BHAVNAGAR / સિહોરમાં રખડતા ઢોરના હુમલામાં વધુ એક યુવકનું મોત
Bhavnagar News : ભાવનગરના સિહોરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત છે. રખડતા ઢોરોના હુમલામાં નગરજનોના મોત થઈ રહ્ય

Bhavnagar News : ભાવનગરના સિહોરમાં રખડતા ઢોરોનો આતંક યથાવત છે. રખડતા ઢોરોના હુમલામાં નગરજનોના મોત થઈ રહ્યા છે અને સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું નથી. રક્ષાબંધનના દિવસે રખડતા ઢોરના હુમલામાં એક યુવતીનું મોત થયું હતું, હવે વધુ એક યુવાન મોતને ભેટ્યો છે.
26 વર્ષીય યુવકનું મોત
સંજયભાઈ બુધાભાઈ નામનો 26 વર્ષીય યુવક રાત્રિના સમયે પોતાનું બાઈક લઇ સણોસરા પાસેથી પસાર થતો હતો ત્યારે સણોસરા પાસે રોડ પર અડિંગા જમાવી બેસેલા ખૂંટિયા એ જીવ લીધો.
20 દિવસમાં 5 ઘટના
સિહોરમાં રખડતા ઢોરના હુમલાની 20 દિવસમાં 5 ઘટના ઘટી છે, જેમાં 2 લોકોના મોત થયા છે અને 3 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે :
- 16 ઓગષ્ટ - ગંભીર ઇજા.
- 18 ઓગષ્ટ - ગંભીર ઇજા
- 30 ઓગષ્ટ - ગંભીર ઇજા
- 31 ઓગષ્ટ- મોત
- 05 સપ્ટેમ્બર - મોત
સિહોરમાં રખડતા ઢોરોની સમસ્યા અંગે નગરપાલિકા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, જો કે આ અંગે કોઈ પગલાં લેવમાં આવતા નથી, જેનો ભોગ જનતા બની રહી છે.








