વડોદરાની હોસ્પિટલમાં મુસ્લિમ યુવાને સહકર્મી યુવતી પર આચર્યું દુષ્કર્મ, જાણો શું છે સમગ્ર મામલો
સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુભાનપુરા વ

સંસ્કારી નગરી વડોદરાને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલ ખાનગી એક હોસ્પિટલમાં નોકરી કરતી યુવતી ઉપર સહકર્મી વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી મૂકી છે. ગોરવા પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
20 વર્ષીય યુવતી પર સહકર્મી મુસ્લિમ યુવાને આચર્યું દુષ્કર્મ
શહેરના સુભાનપુરા વિસ્તારમાં ઝાંસીની રાણી સર્કલ પાસે આવેલ આધાર ઓર્થોપેડિક હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નોકરી કરતી 20 વર્ષીય યુવતીએ હોસ્પિટલમાં જ મેડિકલ ક્લિયરન્સનું કામ કરતા અને હોસ્પિટલમાં રહેતા અસરફ જીણાભાઈ ચાવડા નામના યુવકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ કરી છે.
મળતી માહિતી અનુસાર, તા.15મી જાન્યુઆરીના રોજ વાસી ઉતરાયણના દિવસે યુવતી ફરજ પર હતી. તે સમયે હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. આ દરમિયાન દર્દીને શિફ્ટ કરવાના બહાને વિધર્મી યુવકે ઓપરેશન થિયેટરમાં આવેલી એક રૂમમાં દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ કરવા યુવતી ગોરવા પોલીસ મથકે પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ ગોરવા પોલીસ મથકનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસ હોસ્પિટલમાં લાગેલ સીસીટીવી ફૂટેજ સહિતના મહત્વના પાસા તપાસી રહી છે.
દર્દીને શિફ્ટ કરાવવાના બહાને યુવતીને લઈ ગયો પછી આચર્યું દુષ્કર્મ
પીડિતાના મામાના દીકરાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે 'મારી બહેન એકાદ વર્ષ પૂર્વથી હોસ્પિટલમાં કામ કરે છે. વાસી ઉત્તરાયણની સાંજે લાઈટ ગઈ હતી ત્યારે દર્દીને શિફટ કરવાના બહાને અસરફ મારી બહેનને ઉપર લઈ ગયો હતો. જો કે પેશન્ટ તો શિફ્ટ થઈ ગયો હતો. બહેન ઉપર ગયા બાદ નીચે આવતી હતી ત્યારે તેને પાછળથી પકડી લીધી હતી, અને તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો, ત્યાં તેણે દુષ્કર્મ આચર્યું. તેના ભાઈએ એક વર્ષ અગાઉ આપઘાત કર્યો છે. આમ છતાં તેણે આટલું કહેવાની હિંમત કરી તે મોટી વાત છે. કોઈ પણ છોકરીને તેની ઈજ્જતની બહુ પડી હોય છે. આવું ખોટું થયું હોય તે કહેતા બહુ જ વિચાર કરે'.
દુષ્કર્મના કિસ્સામાં વધારો
અઢી મહિના અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતી સાથે બળાત્કાર થયાની ફરિયાદ કરવામાં આવી હતી. ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ફસાવી બેથી ત્રણ વખત દુષ્કર્મ આચરનાર વિધર્મીને માંજલપુર પોલીસે ઝડપી પાડયો હતો. આરોપી દ્વારા વિદ્યાર્થિનીને બોલાવી સાથે ગરબા રમવા માટે પણ તે દબાણ કરતો હતો. ભાયલી ગામ અને ભાયલી ફાટકની વચ્ચેના અવાવરૂ વિસ્તારમાં નવરાત્રીના પર્વ દરમિયાન 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. આરોપીઓમાંથી ત્રણ વિધર્મી હતા. ગત વર્ષે મે મહિના દરમિયાન ડીસા ખાતેના એક ગામની યુવતીએ વડોદરાના વિધર્મી યુવકના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના ઘટી હતી. જેમાં વિધર્મી યુવક દ્વારા યુવતી પર દુષ્કર્મ ગુજારીને તેને સતત બ્લેકમેલ કરતો હતો.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલમાં 4 વર્ષમાં કેન્સરના 1 લાખથી વધુ કેસ નોંધાયા, સૌથી વધુ મોઢાના કેસ પુરુષોમાં
મુસ્લિમ અધ્યાપક દ્વારા વિદ્યાર્થિનીની હેરાનગતિ
શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં આવેલી આધાર હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સપાટી પર આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં આ બીજી ઘટના છે જેમાં વિધર્મીની સંડોવણી સામે આવી છે. આર્ટસ ફેકલ્ટીના અધ્યાપક પર પણ વિદ્યાર્થિનીને અને તેની જ કોમની મિત્રને હેરાન કરવા બદલ સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને તેના પગલે અધ્યાપક ડો.અઝહર ઢેરીવાલાની ધરપકડ કરાઈ હતી. વિ.એચ.પી. અને આરએસએસ સહિતના હિન્દુવાદી સંગઠનોમાં પણ આવી ઘટનાઓને લઈને ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.








