દક્ષિણ ભારતમાં દેખાતી અનોખી બાયોલ્યુમિનેશન ફંગસ પહેલીવાર ડાંગના જંગલમાં જોવા મળી
જોવા જઈએ તો વારંવાર સમગ્ર ગુજરાતના જંગલોમાં કંઈકને કંઈક નવીન જોવા મળ

જોવા જઈએ તો વારંવાર સમગ્ર ગુજરાતના જંગલોમાં કંઈકને કંઈક નવીન જોવા મળતું જ હોય છે. એવામાં ડાંગ જિલ્લાના જંગલમાં પ્રથમવાર બાયોલ્યુમિનેશન નામક ફંગસ જોવા મળી છે. આ ફંગસ મોટા ભાગે દક્ષિણ ભારતના રાજ્યોમાં જ જોવા મળતી હોય છે. આ ફંગસ એક અનોખો ગુણ ધરાવે છે, જે રાતે રેડિયમની જેમ ચમકે છે જ્યારે દિવસે સામાન્ય મૂળિયા જેવી દેખાય છે.
આ ફંગસ દક્ષિણ ભારતમાં જ જોવા મળે છે.
સામાન્ય રીતે ફંગસના ઘણા બધા પ્રકાર હોય છે. તે પૈકી અમુક ફંગસ ખૂબ ઓછી જોવા મળે છે તેમાની જ એક છે બાયોલ્યુમિનેશન ફંગસ. આ ફંગસ મોટાભાગે દક્ષિણ ભારતમા રાજ્યો જેમ કે ગોવા, તમિલનાડુ, કેરલમાં જોવા મળે છે. આ ફંગસ ડાંગના જંગલમાં જોવા મળી છે. તાપી જિલ્લાના સોનગઢના સરકારી કચેરીનો કર્મચારી યુવાન સૌરભ ડાંગમાં ફોટોગ્રાફી કરતા હતા ત્યારે એક નાની વનસ્પતિનો ફોટો લીધો હતો. દિવસે-રાતે કંઈક અલગ રંગમાં જણાતી વનસ્પતિ અંગે બોટનીના પ્રોફેસર પાસે માહિતી મોળવી રિસર્ચ કર્યા બાદ આ વનસ્પતિ સામાન્ય નહી પણ બાયોલ્યુમિનેશન નામક ફંગસ હોવાની ઓળખ થઈ હતી.
સહેલાણાઓની સંખ્યામાં થઈ શકે છે વધારો
બાયોલ્યુમિનેશન દિવસે સામાન્ય મૂળિયા જેવી દેખાય છે. પણ રાતે તે રેડિયમની જેમ ચમકે છે. આ ફંગસ ગુજરાતમાં સંભવતઃ પ્રથમવાર જોવા મળી છે. હવે ડાંગના જંગલમાં રાતે રેડિયમની જેમ ચમકતી ફંગસ જોવા માટે પ્રકૃતિ પ્રેમીઓ અને સહેલાણીઓ ઉમટે તેવી શક્યતા છે.






