મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: સરકારના મંત્રી બચુ ખાબડની મુશ્કેલીમાં થશે વધારો, વિધાનસભા સત્રમાં રખાશે દૂર

ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો થયો છે. મળતા અહેવાલ પ્રમાણે કેબિનેટ, કમલમ બાદ

Gujarat news: સરકારના મંત્રી બચુ ખાબડની મુશ્કેલીમાં થશે વધારો, વિધાનસભા સત્રમાં રખાશે દૂર

ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડની મુશ્કેલીમાં વધારો થયો છે. મળતા અહેવાલ પ્રમાણે કેબિનેટ, કમલમ બાદ હવે વિધાનસભામાં પણ ગેરહાજર રખાઈ શકે છે. સરકાર વિપક્ષને જવાબ આપી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેમને ગેરહાજર રખાઈ શકે છે.

બચુખાબડ વિભાગના જવાબો કૃષિમંત્રી રાઘવજી પટેલ આપશે

બચુખાબડ વિભાગના જવાબો કૃષિમંત્રી રાઘવજી પટેલ આપશે. ઉલ્લેખનીય છે કે 8 તારીખથી વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યો છે. પંચાયત રાજ્યમંત્રી 19 કેબિનેટ બેઠકમાં હાજર રહ્યા નથી. કેન્દ્ર સરકારે પણ દાહોદમાં મનરેગા કૌભાંડ થયાનું સ્વિકાર કર્યો હતો. તો બીજી તરફ બચુખાબડને વિધાનસભા સત્ર દરમિયાન સંપૂર્ણ રીતે દૂર રાખવામાં આવશે તેવી ચર્ચા થઈ રહી છે. બચુ ખાબડનો મંત્રી તરીકે તેમનો પ્રભાવ ઘટી રહ્યો છે.

મનરેગામાં નાણાકીય ગેરરીતિઓ થઈ હતી

મનરેગામાં નાણાકીય ગેરરીતિઓએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું. સમગ્ર કૌભાંડમાં ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓના સંડોવણીના આરોપ લાગ્યા હતા. સરકારે ઉચ્ચસ્તરે તપાસ કરાવતા પંચાયત  મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી બહાર આવી હતી. બચુ ખાબડના પુત્રોએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું.

આ સમાચાર શેર કરો