કડી: ધોરણ 8ની વિદ્યાર્થિનીનીએ શાળામાં ગળે ફાંસો જીવન ટૂંકાવ્યું
કડીના ફતેપુરા રાખડીયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની શાળામાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

કડીના ફતેપુરા રાખડીયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીની શાળામાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લા કડી તાલુકાના ફતેપુરા રાખડીયા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ ધોરણ-8ની વિદ્યાર્થિનીની શાળામાં ગળે ફાંસો જીવન ટૂંકાવી દીધું હતું. કલ્યાણપુરા સ્થિત સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોઈ પરિવાર-શિક્ષકો ચોંકી ઉઠ્યા
મૃતક વિદ્યાર્થિની રાબેતા મુજબ શુક્રવારે બપોરે શાળાએ ગઈ હતી. જોકે, સાંજે શાળા છૂટ્યા બાદ પણ વિદ્યાર્થીની ઘરે પહોંચી નહોતી. પરિણામે પરિવારજનો ચિંતાતુર બન્યો હતો. કિશોરીની શોધખોળ કરવા પરિવાર શાળાએ પહોંચ્યો હતો. ત્યારે વિદ્યાર્થીની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોઈ પરિવાર અને શિક્ષકો ચોંકી ઉઠ્યા હતા. જોકે આત્મહત્યાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ ઘરમાં વાલીએ ભણવા બાબતે ઠપકો આપતાં વિદ્યાર્થિનીની આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.






