મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: 25 કરોડના ખર્ચે 9 વર્ષ પહેલા સ્લજમાંથી ખાતરનો પ્લાન્ટ નાખ્યો, કેન્દ્રએ વેચાણની મંજૂરી જ આપી નહીં

AMCએ 2016માં પિરાણા ખાતે 1500 કે.સી.આઈ, ગામ રેડિયોશન સ્લજ હાઈજીનાઈઝેશન પ્લાન્ટ બના

Ahmedabad news: 25 કરોડના ખર્ચે 9 વર્ષ પહેલા સ્લજમાંથી ખાતરનો પ્લાન્ટ નાખ્યો, કેન્દ્રએ વેચાણની મંજૂરી જ આપી નહીં

AMCએ 2016માં પિરાણા ખાતે 1500 કે.સી.આઈ, ગામ રેડિયોશન સ્લજ હાઈજીનાઈઝેશન પ્લાન્ટ બનાવ્યો હતો. ગટરનું પાણી ટ્રીટ કર્યા બાદ વધતાં સ્લજને રેડિયશન દ્વારા ખાતર બનાવવાના હેતુથી આ પ્લાન્ટ બનાવાયો હતો. કોર્પોરેશનને આ પ્લાન્ટ શરૂ કર્યા બાદ કેન્દ્ર સરકારમાં ખાતરના વેચાણ માટેની અરજી કરી છે, પણ તેને હજુ સુધી મંજુરી મળી નથી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ત્રણ વર્ષ પહેલાં BARC સાથે મળીને રેડિયેશન પ્લાન્ટમાં સુધારો કર્યો હતો જેમાં ક્રશરની નવી ટેકનોલોજી જોડવામાં આવી હતી. કેન્દ્ર સરકારને ખાતર વેચાણ માટેના લાયસન્સ મેળવવાની અરજી કરવામાં આવી હતી, પણ આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતાં ખાતરને મંજુરી મળી નથી.

પર્યાવરણ મંત્રાલય મુજબ માનવ મળમાંથી બનતા ખાતર અંગેની કોઈ કેટેગરી નથી

કેન્દ્ર સરકારના પર્યાવરણ મંત્રાલય મુજબ માનવ મળમાંથી બનતા ખાતર અંગેની કોઈ કેટેગરી નથી. જેથી આ નવી કેટેગરી ઉભી કરવી પડે તેવી સ્થિતિ છે. જ્યાં સુધી આ પ્રકારના ખાતરની કેટેગરી ઉભી ન થાય ત્યાં સુધી આ પ્રકારના ખાતરની કેટેગરી ઉભી ન થાય ત્યાં સુધી રેડિયેશન પ્લાન્ટમાંથી બનતા ખાતરને વેચાણ માટે લાયસન્સ મળે તેવા સંજોગો દેખાતા નથી. આ પ્લાન્ટ કોર્પોરેશનના સ્યુએજ ટ્રિટમેન્ટ પ્લાન્ટ પ્લાન વિભાગ હેઠળ તૈયાર થયો છે. તે વખતે AMCના ચેરમેન પ્રવીણ પટેલ હતા, આ રેડિયેશન પ્લાન્ટની ક્ષમતા દૈનિક 100 ટન સ્લજમાંથી ખાતર બનાવવાની છે.

મોટી માત્રામાં ખાતર બનાવીએ પણ વેચી ન શકીએ તો પછી તેને ક્યાં નાખવું 

હવે આટલી મોટી માત્રામાં ખાતર બનાવીએ પણ વેચી ન શકીએ તો પછી તેને ક્યાં નાખવું કે ક્યાં રાખવું તે મોટો પ્રશ્ન છે એટલે અત્યારે માત્ર 3થી 5 ટન જેટલું જ ખાતર બનાવવામાં આવે છે. AMCના બગીચાઓ અને વૃક્ષારોપણ વખતે પણ મર્યાદિત ખાતરનો ઉપયોગ થાય છે. મોટાભાગનો સ્ટોક પડ્યો રહે છે.

આ પ્લાન્ટના મેઈનટેઈનસ પાછળ 11.81 લાખ ખર્ચ ખાય છે. તેની સામે ક્ષમતા કરતાં બહું જ ઓછું ઉત્પાદન કરાતું હોવાથી સરવાળે કોસ્ટિંગ વધી જાય છે. આમ માત્ર ઓપરેશન મેઈન્ટેનન્સના રૂપિયા ચૂકવવા માટે આ પ્લાન્ટ ચાલુ રખાયો હોય એવો ઘાટ સર્જાયો છે. કોર્પોરેશનના અધિકારીઓ રાહ જોઈને બેઠા છે  પણ ઉત્પાદન થતાં ખાતરને વેચાણ માટેનું લાયસન્સ મળી રહ્યું નથી. 


અમદાવાદ શહેરમાં ગટરના પાણી ટ્રીટ કરવા માટે એસટીપી પ્લાન્ટ ઉભા કરાયા છે. કોઈપણ પાણી ટ્રીટ કર્યા બાજદ તેમાંથી સ્લજ નીકળે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એસટીપી પ્લાટમાંથી નીકળતાં સ્લજને રેડિયશન પ્લાન્ટમાં મોકલાય છે. સ્લજ એટલે કે માનવ મળની અંદર વિવિધ પ્રકારના બીજ હોય છે. જેને રેડિયશનની મદદથી નાશ કરવામાં આવે છે. જેથી તે ખાતર બને છે, જેનો ઉપયોગ ખેતીમાં પણ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો