મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

માવતરો માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઇલ ગેમ હારી જતાં 17 વર્ષના કિશોરે જીવન ટૂંકાવ્યું

મોબાઇલમાં રમાતી ગેમ દિવસે ને દિવસે કિશોરો અને યુવાનો માટે વ્યસન બન

માવતરો માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઇલ ગેમ હારી જતાં 17 વર્ષના કિશોરે જીવન ટૂંકાવ્યું

મોબાઇલમાં રમાતી ગેમ દિવસે ને દિવસે કિશોરો અને યુવાનો માટે વ્યસન બનતું જાય છે. જેણા દુષ્પરિણામના કિસ્સા અવાર નવાર સામે આવતા હોય છે. તેવો જ એક કિસ્સો કચ્છમાં બન્યો છે, મોબાઈલ ગેમમાં હાર મળતા કિશોર ઝેરી દવા ઘટઘટાવીને જીવન ટૂંકાવ્યું.

17 વર્ષીય કિશોરે કર્યો આપઘાત

મળતી માહિતી મુજબ કચ્છના ભુજ નજીક મોખાણા ગામમાં માતાપિતા માટે લાલબત્તી સમાન ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોખયના ગામમાં આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષીય કિશોર કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં રોજ વિવિધ ગેમ્સ રમતો રહેતી હતો. તેવામાં ગત 4 જાન્યુઆરીના રોજ મોબાઇલની કોઈ ગેમમાં હારી જતાં ઘેરા આઘાતમાં આવી ગયો હતો. જેથી કિશોર નિંદામણ બાળવાની ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

પરિવાર આઘાતમાં સર્યો

મોબાઈલ ગેમમાં હારી જતાં આવેશમાં આવી ઝેરી દવા ઘટઘટાવતા કિશોરને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં સારી પડ્યો હતો. 

આ સમાચાર શેર કરો