અમદાવાદ: શિવરાત્રીના દિવસે નગરદેવી ભદ્રકાળી માતાજીની નીકળશે યાત્રા, શોભાયાત્રામાં પાદુકા મૂકાશે
શિવરાત્રીના દિવસે અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. મન

શિવરાત્રીના દિવસે અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. મનપા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.સવારે ૭.૩૦ વાગે શોભાયાત્રા યોજશે . રથમાં માતાની પાદુકા મૂકવામાં આવશે.
શોભાયાત્રાને લગતી જરૂરી સુવિધા AMC દ્વારા આપવામાં આવશે
શોભાયાત્રાને લગતી જરૂરી સુવિધા AMC દ્વારા આપવામાં આવશે. આ અંગે શશીકાંત તિવારીએ કહ્યું કે અમારા પૂર્વજો કહેતા હતા કે માતાની નગર યાત્રા યોજાતી હતી. પરંતુ કોઈ કારણોસર તે બંધ થઈ ગઈ હતી.જોકે હવે 614 વર્શ પછી પાછી નગરયાત્રા યોજાશે.
26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો નગરયાત્રાનું પ્રસ્થાન કરાવી શકે છે. આ યાત્રા ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ ત્રણ દરવાજા, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થાન, માણેકચોક, દાણાપીઠ, અમદાવાદ મ્યુનિ. ઓફિસ, ખમાસા, પગથિયા, જમાલપુર દરવાજા, જગન્નાથ મંદિરથી અલગ અલગ વિસ્તારમાં ફરી નિજમંદિર પહોંચશે. રૂટ ઉપર થોડાથોડા અંતર ઉપર સ્વાગતની વ્યવસ્થા કરવામાં આવશે. યાત્રા નિજમંદિર પહોંચ્યા બાદ હવન થશે.






