મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત/ દોઢ વર્ષની રમતી માસૂમ બાળકી પર લોખંડની પ્લેટ પડી, નાક-ગળાના ભાગે ઈજા થતાં મોત

સુરતમાં માસૂમોના મોતને લઈને તબીબી આલમમાં ચિંતાનો માહોલ છે. ત્યારે ઘોડદોડ રોડ પર

સુરત/ દોઢ વર્ષની રમતી માસૂમ બાળકી પર લોખંડની પ્લેટ પડી, નાક-ગળાના ભાગે ઈજા થતાં મોત

સુરતમાં માસૂમોના મોતને લઈને તબીબી આલમમાં ચિંતાનો માહોલ છે. ત્યારે ઘોડદોડ રોડ પર એક દોઢ વર્ષની માસૂમ બાળા રમતી હતી ત્યારે તેના પર લોખંડની પ્લેટ પડી ગઈ હતી. જેથી બાળકીને નાક અને ગળાના ભાગે ઈજા પહોંચી હતી. જેથી તેણીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાઈ હતી. જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું.

બાળકીને ઈજા પહોંચી

ઘોડદોડ રોડ પર આવેલા રામચોકની સામે સુભાષનગરમાં રહેતા પંકજભાઈ ભરતભાઈ મેડાની દોઢ વર્ષની દીકરી સાથે રહી બે મહિનાથી મજૂરી કામ કરે છે. વૈશાલી ઘર નજીક રમતી હતી. પિતા સામાન ભરતાં હતાં. આ દરમિયાન બાળકી પર લોખંડની પ્લેટ પડી ગઈ હતી. જેથી તેણીને ગળાના ભાગે તથા નાકના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે પિતા પંકજભાઈ બાળકીને લઈને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતાં.

શોકગ્રસ્ત માતાએ પીએમ વગર મૃતદેહ ઉપાડ્યો  

સિવિલ હોસ્પિટલમાં બાળકીને તપાસ કરીને ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. બાદમાં મૃતદેહને પીએમ માટે મૂકવામાં આવ્યો હતો. દીકરીના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો. શોકગ્રસ્ત માતા પીએમ વગર જ દીકરીને લઈ જવાની કોશિષ કરતી હતી. જો કે, ફરજ પરના સિક્યુરિટી સહિતના સ્ટાફે સમજાવટથી કામ લીધું હતું. જેથી માતા બાળકીના પીએમ માટે માની હતી.

આ સમાચાર શેર કરો