મોરબી: સંખ્યાબંધ પોલીસ કર્મીઓએ રૂપાલાના વાહનને આપી સુરક્ષા, ચુસ્ત બંદોસ્ત વચ્ચે જનસભાને સંબોધી
રાજકોટની લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ યથાવત છે. ત્યારે પરશોત્તમ રૂપાલા મોરબી

રાજકોટની લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ યથાવત છે. ત્યારે પરશોત્તમ રૂપાલા મોરબીમાં ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે જનસભામાં પહોંચ્યા હતા. સેંકડો પોલીસ કર્મચારીઓએ તેમના વાહનને ઘેરીને સુરક્ષા આપી હતી. બે લેયરમાં પોલીસ કર્મચારીઓએ વાહનને સુરક્ષા આપી હતી. મોરબીમાં પોલીસ સુરક્ષા વચ્ચે સભામાં રૂપાલા પહોંચ્યા હતા.
દેશહિતમાં જોડાઈને જીતનો ભગવો લહેરાવવા અપીલ કરી
ક્ષત્રિયોના ભારે વિરોધ વચ્ચે રૂપાલાએ તેમને વિનંતી કરી હતી. જનસભામાં ફરીથી ક્ષત્રિયોને રાષ્ટ્રના કામમાં જોડાવવા અપીલ કરી હતી. તેમણે ક્ષત્રિય સમાજને બધુ ભૂલી જઈને દેશહિતમાં જોડાઈને જીતનો ભગવો લહેરાવવા અપીલ કરી હતી. પરશોત્તમ રૂપાલા મોરબીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં ગયા હતા. ત્યાં તેમણે કાર્યાલયનું ઉદ્ધાટન કરીને જનસભા કરી હતી.
સભામાં ‘જય શિવાજી જય ભવાની’ના નારા પણ લગાવ્યા
પરશોત્તમ રૂપાલાએ સભામાં ‘જય શિવાજી જય ભવાની’ના નારા પણ લગાવ્યા હતા. રૂપાલાએ પોતાના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે ‘વડાપ્રધાનની કોઈ સ્પર્ધા દેખાતી જ નથી, કેટલીય બીજી જાન નીકળી છે પણ એમાં કોઈ વરરાજા નથી, કોઈએ ખોખારો ખાઈને કીધું જ નથી કે હું વડાપ્રધાન બનવા માંગુ છું. જ્યારે મોદીએ કીધું છે કે હું ત્રીજી ટર્મમાં આવીશ.








