મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણા: દિવાળી ટાણે બાઈક પર ડ્રગ્સ વેચવા નીકળેલ શખ્સ ઝડપાયો

ગુજરાતમાંથી દર બીજા ને ત્રીજા દિવસે મોટા પ્રમાણમાં નશીલા પદાર્થ અને ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો સતત ચાલતો

મહેસાણા: દિવાળી ટાણે બાઈક પર ડ્રગ્સ વેચવા નીકળેલ શખ્સ ઝડપાયો

ગુજરાતમાંથી દર બીજા ને ત્રીજા દિવસે મોટા પ્રમાણમાં નશીલા પદાર્થ અને ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો સતત ચાલતો જ રહે છે. ગુજરાતમાં નશાબંઘી હોવા છતાં અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરોમાં ડ્રગ્સ અને માદક દ્રવ્યો એકદમ સરળતાથી મળી રહે છે. તેવામાં દિવાળી ટાણે ડ્રગ્સ માફિયાઓ પણ સક્રિય થયા છે ત્યારે મહેસાણામાંથી પણ પૉશ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે.

બાઈક પર ડ્રગ્સ વેચના નીકળેલ શખ્સ ઝડપાયો

દિવાળી ટાણે મહેસાણા શહેરમાં પણ કોઈ ડ્રગ્સ મંગાવતું હોય અને ડ્રગ્સ વેચાતું હોય તે ખૂબ ચોંકાવનારી બાબત છે. મહેસાણાના ખૂબ ટ્રાફિક વાળા અને રહેણાંક તેમજ ખાણીપીણી અને શોપિંગ સેન્ટરોથી ધમધમતા રાધનપુર રોડ પરથી એક શખ્સ એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો છે. મહેસાણા તાલુકા પોલીસને મહેસાણા રાધનપુર રોડ પર આવેલા મંગલ દર્શન ફ્લેટ પાસે એક શખ્સ બાઈક લઈને ડ્રગ્સ વેચવા ઉભો હોવાની બાતમી મળતા સ્થળ પર જઈને પોલીસે તેની ધરપકડ કરી હતી.

રાધનપુરમાંથી ઝડપાયું એમડી ડ્રગ્સ 

બાતમીને આધારે પોલીસે રાધનપુર રોડ પર મંગલ દર્શન એપાર્ટમેન્ટ પાસેથી આ શખ્સની અટકાયત કરી તલાશી લેતા 2 ઝીપ લોક પાઉચમાં ડ્રગ્સ મળતા તેને ઝડપ્યો હતો. જેની પાસેથી રૂપિયા 2.86 લાખનું 28.66 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળ્યું હતું. પકડાયેલ આરોપી સિંધી ડફેર કાદરખાન વલી મહંમદખાનની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, પંદર દિવસ પહેલા આ શખ્સ અજમેર જઈ રીક્ષાવાળા પાસેથી  MD ડ્રગ્સ લાગ્યો હતો.અને મહેસાણાના સિકંદર હારુન સિંધી ડફેર, લશ્કરી કુવા મહેસાણાવાળા પાસેથી પણ ડ્રગ્સ મંગાવ્યું હતું. તો વળી અમરીશ પટેલ નામના મહેસાણાના શખ્શને ડ્રગ્સ આપવાનું હોવાની પણ માહિતી ખુલી હતી. જે બાકીના બંને આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આ સમાચાર શેર કરો