વડોદરાના રહીશે મ્યુનિ.સ્થાયી સમિતિના અધ્યક્ષની સલાહ માની, ઘરેણાં ગીરવે મૂકી બોટ ખરીદી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષે લોકોને પૂરની અને ભારે વરસાદની પરિસ્થિતિમાં

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષે લોકોને પૂરની અને ભારે વરસાદની પરિસ્થિતિમાં બચવા માટે તરાપા, દોરડા અને બોટ ખરીદવા સલાહ આપી હતી. લોકોએ ચેરમેનના નિવેદન સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
ચેરમેનનું આ નિવેદન હાસ્યાસ્પદ બન્યું હતું ત્યારે વિશ્વામિત્રી નદી કિનારે આવેલા સામ્રાજ્ય ટાઉનશીપના રહીશે સોનુ ગીરવે મુકી લોન લઇ બોટ સહિતના સાધનો ખરીદ્યા છે. દુ:ખ સાથે અધ્યક્ષની સાચી સલાહને માનીને મારે બોટ ખરીદવી પડી છે તેવો આક્રોશ પણ આ રહીશે વ્યક્ત કર્યો હતો.
શહેરના મુજમહુડા વિસ્તાર કે જે વિશ્વામિત્રી નદી કાંઠે છે ત્યા સામ્રાજ્ય ટાઉનશીપ આવેલી છે. આ ટાઉનશીપમાં પૂર દરમ્યાન ભારે પાણી ફરી વળ્યા હતા. આ ટાઉનશીપમાં રહેતા ચિરાગ બ્રહ્મભટ્ટના ઘરમાં 28 ફુટે પાણી આવી જાય છે જ્યારે આ વખતે વધુ પૂર આવતા મુશ્કેલી સર્જાઇ હતી.
સ્થાયી સમિતિના અધ્યક્ષે આ દરમિયાન લોકોને સ્વરક્ષણ માટે બોટ, તરાપા, દોરડા, ટોર્ચ ખરીદવાની સલાહ આપી હતી જેને ધ્યાનમાં રાખીને ચિરાગ બ્રહ્મભટ્ટે આગામી દિવસોમાં પૂરની પરિસ્થિતિમાં પરિવારના વૃદ્ધ માતા, પત્નિના બચાવ માટે સોનાના ઘરેણા ગીરવે મુકી રોકડ રકમ લઇ 40 હજારમાં બોટ ખરીદી હતી.






