૩૧ મે, શુક્રવારે અમદાવાદ ખાતે યોજાશે 'શયદા'ની 62મી પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાન
તા. ૩૧ મે, શુક્રવારે, સાંજે ૦૫-૩૦ કલાકે અમદાવાદ ખાત

તા. ૩૧ મે, શુક્રવારે, સાંજે ૦૫-૩૦ કલાકે અમદાવાદ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કૉમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર હરજી લવજી દામાણી 'શયદા'ની ૬૨મી પુણ્યતિથિએ 'અશ્રુ ચાલ્યાં જાય છે' શીર્ષક હેઠળ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના પ્રારંભમાં ગાયક-સ્વરકાર નયન પંચોલી શયદાની ગઝલોની સંગીતમય પ્રસ્તુતિ કરશે.શયદાના જીવન-કવન વિશે કવિ રઈશ મનીઆર વક્તવ્ય આપશે.આ પ્રસંગે શયદાના પરિવારજનો, સાહિત્યકારો અને કવિતાના ભાવકો-ચાહકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
તારીખ: ૩૧ મે, શુક્રવાર
સમય: સાંજે, ૫:૩૦ કલાકે
સ્થળ: મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે, આશ્રમ રોડ, અમદાવાદ
પ્રવેશ નિ:શુલ્ક
,








