પરશોત્તમ રૂપાલાની જંગી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા, બહુમાળી ચોક ખાતે જનસભા યોજાશે
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી પત્ર ભરશે. રાજકોટના યાજ્

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા આજે ઉમેદવારી પત્ર ભરશે. રાજકોટના યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવીને રેલી યોજી હતી. ભારે જનમેદની સાથે રેલી યોજીને બહુમાળી ભવન ચોક ખાતે પહોચ્યા હતા. રાજકોટ લોકસભા બેઠકથી ઉમેદવારી પત્ર ભરવાના છે.ઉલ્લેખનિય છે કે પરશોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને રાજ્યભરના ક્ષત્રિયોમાં રોષ છે.
ક્ષત્રિયો રૂપાલાની ટિકિટ જ રદ થાય તે માટે મક્કમ છે.તેવામાં આજે રૂપાલા જનસભા સાથે શક્તિપ્રદર્શન કરીને ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે.ત્યારે સવારથી બહુમાળી ચોક ખાતે જનસભામાં સવારથી ભાજપ કાર્યકરો ઉમટી પડ્યા હતા.
ખુલ્લી જીપમાં લોકોનું ઝીલ્યું અભિવાદન
પરશોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા, રામભાઈ મોકરિયા સહિતનાં ભાજપના નેતાઓ હાજર છે.
જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા, ધારાસભ્ય કુંવરજી બાવળિયા, રાજકોટના મેયર નયનાબેન પેઢડિયા, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હાજર રહ્યા છે.
સ્ટેજ પર ગોંડલના જયરાજસિંહ જાડેજા હાજર
વિજય સંકલ્પ રેલીની માટે પક્ષે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. સ્ટેજ પર ગોંડલના જયરાજસિંહ જાડેજાની હાજરી જોવા મળી છે. ભાજપે એક તરફ રૂપાલાની રેલી, સભા માટે તડામાર તૈયારીઓ કરી છે તો બીજી તરફ ગુપ્ત રીતે ક્ષત્રિયો વિરોધ પ્રદર્શન કરવા તૈયારી કરી રહ્યાનું પણ જાણવા મળ્યું છે જેના પગલે પોલીસ તંત્રને એલર્ટ કરી દેવાયું છે.








