Surat માં ટ્રેનમાંથી સરકારી અનાજ ચોરી કરવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, Video સામે આવતા તંત્ર થયું દોડતું
સુરત: સુરતમાં ગરીબોના હકના અનાજની બારોબાર ચોરી થતી હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી
સુરત: સુરતમાં ગરીબોના હકના અનાજની બારોબાર ચોરી થતી હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અત્યાર સુધી ગોદામોમાંથી અનાજ ગાયબ થવાના કિસ્સાઓ સાંભળવા મળતા હતા, પરંતુ હવે રેલવેના વેગન (ટ્રેન) માંથી અનાજની ચોરી કરવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે.
આમ આદમી પાર્ટીએ પાડ્યો દરોડો
સુરતમાં અનાજ ચોરીના આ વ્યવસ્થિત નેટવર્કનેઆમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકરો અને નેતાઓ દ્વારા ખુલ્લું પાડવામાં આવ્યું છે. ટ્રેનની બોગીમાંથી સરકારી અનાજની ગુણીઓ બારોબાર કાઢીને વેચી દેવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. ગરીબ પરિવારો માટે આવતું અનાજ બજારમાં ઊંચા ભાવે વેચી દેવાની ફિરાકમાં આ આખું રેકેટ ચાલતું હોવાની આશંકા છે.
તંત્રમાં દોડધામ, વીડિયો વાયરલ
ટ્રેનમાંથી અનાજ ચોરી થતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ વહીવટી તંત્ર અને રેલવે વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાએ પુરવઠા વિભાગની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
આ ઘટના બાદ હવે પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.







