મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાં BAPSનો યોજાશે વિશાળ કાર્યક્રમ, દેશ-વિદેશના 1 લાખ હરિભક્તો રહેશે હાજર

અમદાવાદમાં સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્ય

અમદાવાદમાં BAPSનો યોજાશે વિશાળ કાર્યક્રમ, દેશ-વિદેશના 1 લાખ હરિભક્તો રહેશે હાજર

અમદાવાદમાં સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા દેશ-વિદેશના 1 લાખ હરિભક્તો ઉપસ્થિત રહેશે. એટલું જ નહીં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ  હાજર રહે તેવી શક્યતા છે.

7મી ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી

પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના 1 લાખ કાર્યકર એકઠા થશે. 7મી ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતી છે. આ દિવસે જ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે.

ધાર્મિક કાર્યક્રમ માટે પહેલી વખત મોદી સ્ટેડિયમ ભાડે અપાયું

પરિણામે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યકર સુવર્ણ મહોત્સવના આયોજનના કારણે અનેક મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કોઇ ધાર્મિક કાર્યક્રમ માટે પહેલી વખત મોદી સ્ટેડિયમ ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તૈયારી માટે કાર્યક્રમના 5-6 દિવસ અગાઉ એટલે કે 1 ડિસેમ્બર આસપાસથી સંસ્થાના કાર્યકરો સ્ટેડિયમનો કબજો લઇ લેશે અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમની તૈયારીમાં લાગી જશે. 

આ સમાચાર શેર કરો