મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાણંદ : અમિત શાહના રોડ શોના બંદોબસ્તમાં હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત

એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ લોકસભા ચૂંટણી ચૂંટણીને લઈને ગુરૂવારે કેન્દ

સાણંદ : અમિત શાહના રોડ શોના બંદોબસ્તમાં હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી મોત

એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ લોકસભા ચૂંટણી ચૂંટણીને લઈને ગુરૂવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાણંદ APMC સર્કલ ખાતેથી મેગારેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. ત્યારે આ રોડ-શોના બંદોબસ્તમાં  એક હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે

સાણંદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રોડ શોને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત  ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે  ગઢીયા ચોકડી પોઇન્ટ ઉપર હાજર હોર્મગાર્ડના જવાનને હાર્ટ અટેક આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ હોસ્પિટલ ખાતે ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. મૃતક પ્રવિણભાઈ પટેલ સાણંદ યુનિટ હોમગાર્ડમા 6 વર્ષથી હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા.  

શુક્રવારે  અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીના ગાંધીનગર બેઠકના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરૂવારથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. સાણંદથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી.આ રેલીમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રેલીમાં જય શ્રીરામ’ના નારા લાગ્યા હતા. શુક્રવારે  અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે.

આ સમાચાર શેર કરો