મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Bhavnagar news: રેલવે ટ્રેક પર અચાનક 6 સિંહનું ટોળું આવી ચઢ્યું, લોકો પાયલટની સૂઝબૂઝથી આ રીતે બચ્યો સાવજોનો જીવ

ગુજરાતની આન બાન શાન ગણતાં 6 એશિયાઈ સિંહ સાથે આજે મોટી દુર્ઘટના ટળી છે. ભાવનગર રેલવે મંડળના લોકો પ

Bhavnagar news: રેલવે ટ્રેક પર અચાનક 6 સિંહનું ટોળું આવી ચઢ્યું, લોકો પાયલટની સૂઝબૂઝથી આ રીતે બચ્યો સાવજોનો જીવ

 ગુજરાતની આન બાન શાન ગણતાં 6 એશિયાઈ સિંહ સાથે આજે મોટી દુર્ઘટના ટળી છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલટની સૂઝબૂઝના કારણે રેલવેના પાટા પર આવી ચડેલા 6 સિંહોનો આબાદ બચાવ થયો છે. સિંહોને ટ્રેક પર જોતાં જ ટ્રેન નં. 52955 વેરાવળ–જૂનાગઢ પેસેન્જર ગાડીને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવવામાં આવી હતી. 

6 સિહોને જોતાં ઇમરજન્સી બ્રેક લગાવી 

ઘટના પર નજર કરીએ તો 21 ડિસેમ્બર, 2025ના રોજ ભાવનગર રેલવે મંડળના લોકો પાયલટ અનીશ શેખ અને સહાયક લોકો પાયલટ ફરમાને સાસણગીર–કાંસિયાનેશ સેક્શન પર ટ્રેન ચલાવી રહ્યા હતા તે દરમિયાન રેલવે ટ્રેક પર 06 સિંહો પર તેમની નજર પડી હતી. ઘડીના છઠ્ઠા ભાગે બંને લોકો પાયલટ દ્વારા ઇમરજન્સી બ્રેકનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

લોકો પાયલટની સતર્કતાએ ચાલુ વર્ષમાં 81 સિંહોને સુરક્ષિત બચાવ્યા

લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજરને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈએ મામ સિંહોને રેલવે ટ્રેક પરથી ખસેડયા હતા. જેના કારણે 6 સિંહો બચી ગયા હતા. ત્યારબાદ જ ટ્રેનને આગળ ધપાવી હતી. આ ઘટનાની જાણ બંને પાયલટ દ્વારા રેલવેના અધિકારીઓને કરવામાં આવી હતી. જેમને બંને પાયલટના કામની સરાહના કરી હતી. રેલવે અધિકારીએ જણાવેલા આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કુલ 159 સિંહોનો જીવ રેલવે ટ્રેક બચાવવામાં આવ્યો છે. જ્યારે વર્તમાન નાણાકીય વર્ષ 2025-26માં અત્યાર સુધી 81 સિંહોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં સિંહોની સંખ્યા 891 નોંધાઈ હતી

ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે '16મી સિંહ વસ્તી ગણતરી - 2025'ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા અને 225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.

આ સમાચાર શેર કરો