મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠામાં મોટું જમીન કૌભાંડ, સરકારી અધિકારીએ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી

સુરતની જેમ હવે સાબરકાંઠામાં પણ મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સરકારી અધિકારીએ

સાબરકાંઠામાં મોટું જમીન કૌભાંડ, સરકારી અધિકારીએ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી

સુરતની જેમ હવે સાબરકાંઠામાં પણ મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં સરકારી અધિકારીએ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડી હોવાની વિગતો સામે આવી છે.

તત્કાલીન મહેસુલ તપાસણી કમિશનર અરૂણભાઇ સુતરીયા સામે પુરાલ ગ્રામ પંચાયતે વાંધો ઉઠાવ્યો છે. સચિવ કક્ષાના આ અધિકારીએ સત્તાના જોરે  પુરાલ ગામમાં ભાડાપટ્ટે લીધેલી જમીનમાં નામ દાખલ કર્યા હોવાની ફરિયાદ થઇ છે. 

ફળ, ઝાડ ઉછેરવા આપેલી જમીનના ૭/૧૨, ૮-અ ના ઉતારામાં સચિવ કક્ષાના અધિકારીએ પોતાના પરિવારજનોના નામ દાખલ કરાવ્યા. ભાડાપટ્ટેના નામ હતા તે બદલે સાબરકાંઠા કલેક્ટર કચેરીના અધિકારીઓ પાસે કબજેદાર તરીકે નામ દાખલ કરાવ્યા. બિન ખેડૂત હોવા છતાં જમીનો લીધી અને  15 વર્ષના ભાડા પટ્ટે લીધેલી જમીન પચાવી પાડી.

કરોડો રૂપિયાની જમીન પોતાના નામે ચડાવાઈ અને જમીન ઉપર લોનો પણ લઈ લેવાઇ છે. ઉચ્ચકક્ષાએ તપાસ થાય તો જમીનનું મોટું કૌભાંડ બહાર આવે તેવી પુરી શક્યતા છે. 

પુરાલ ગ્રામ પંચાયતે કલેકટર કચેરીએ એક વર્ષથી રજૂઆત કરી હોવા છતાં કોઈ પરિણામ ન આવતા હવે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો