મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદમાંથી નકલી આર્મી જવાન ઝડપાયો, અનેક યુવતીને લવ જેહાદમાં ફસાવી આચર્યુ હતું દુષ્કર્મ

અમદાવાદમાંથી હવે નકલી આર્મી જવાન ઝડપાયો છે. અનેક યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિર

અમદાવાદમાંથી નકલી આર્મી જવાન ઝડપાયો, અનેક યુવતીને લવ જેહાદમાં ફસાવી આચર્યુ હતું દુષ્કર્મ

અમદાવાદમાંથી હવે નકલી આર્મી જવાન ઝડપાયો છે. અનેક યુવતીઓને લવ જેહાદમાં ફસાવીને દુષ્કર્મ આચર્યું હતું. આરોપી વિરૂદ્ધ 5થી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

આર્મી જવાનની ખોટી ઓળખ આપી આચર્યુ દુષ્કર્મ

હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવકે અનેક યુવતીઓને ટાર્ગેટ કરી હતી અને પોતે આર્મી જવાન હોવાનું કહેતો હતો. આર્મી જવાન બનીને મોહમ્મદ શહબાઝ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ બનાવી હતી. અમદાવાદના જમાલપુરમાં રહેતા આરોપીએ ભારતની અલગ અલગ જગ્યાએ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી હોવાનું સામે આવ્યું છે.

અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમજાળમાં ફસાવતા સમગ્ર ઘટનાનો ભેદ ખુલ્યો હતો. આરોપી વિરૂદ્ધ 5થી વધુ ગુના નોંધાયેલા છે. અમદાવાદ રેલવે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી.

આરોપીએ ફેક આઇડેન્ટીટી કાર્ડ પણ બનાવ્યું

આરોપીએ પોતે આર્મી જવાન હોવાનું લાગે તે માટે હર્ષિત ચૌધરીના નામથી આર્મીનું આઇડેન્ટીટી કાર્ડ પણ બનાવ્યું હતું. આ સાથે જ ફેક આધાર કાર્ડ પણ બનાવ્યું હતું.

આ રીતે થયો સમગ્ર ઘટનાનો ખુલાસો

રેલવે પોલીસે થોડા સમય અગાઉ ચોરીના આરોપીની ધરપકડ કરી હતી. જે આરોપીએ પોતાની ઓળખ હર્ષિત ચૌધરી તરીકે આપી હતી પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે આરોપીનું સાચું નામ હર્ષિત ચૌધરી નહિ પરંતુ મોહમ્મદ શેહબાઝ હોવાનું સામે આવ્યું હતું. 

પોલીસે વિગતવાર તપાસ કરતા આરોપીએ પોતે મુસ્લિમ હોવા છતાં પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત 14 હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી અને યુવતીઓ પાસેથી શારીરિક સંબંધ બાંધીને 50 લાખથી વધુ પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આરોપી અગાઉ આર્મીમાં નોકરી કરતો હતો જ્યાંથી તેને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર કાઢી મૂકવામાં આવ્યો હતો છતાં આરોપી યુવતીઓને પોતે મેજર હોવાની પણ ઓળખ આપતો હતો. રેલવે પોલીસે વધુ તપાસ કરતા ભાંડો ફુટ્યો હતો. આરોપીએ જમ્મુ કશ્મીર, સીલીગુડી, ગુજરાત, મુંબઈ, દિલ્હી, અલીગઢ સહિત દેશમાં અલગ અલગ જગ્યાએ 14 હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી.

 આરોપીએ તમામ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હતા. આરોપીના અલીગઢમાં 2016માં એક મુસ્લિમ યુવતી સાથે લગ્ન પણ થઇ ચુક્યા છે જેમાં બે બાળકો પણ છે.આરોપીના ભાઈ એરફોર્સમાં અધિકારી છે જ્યારે પિતા નિવૃત્ત આર્મી અધિકારી છે.આરોપીની ઉમર 30 વર્ષની છે. 14 હિન્દુ યુવતીઓ સહિત અન્ય યુવતીઓ પણ આરોપીએ ફસાવી હોવાની શક્યતા છે જેથી તે મામલે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો