મંદિરની સુરક્ષામાં ચૂક: જન્માષ્ટમી પર્વ પહેલા દ્વારકાધીશ મંદિરની આસપાસ ડ્રોન ઉડ્યું
એક બાજુ જન્માષ્ટમી પર્વને ગણતરીના દિવસો બાકી છે. બીજી બાજી દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને

એક બાજુ જન્માષ્ટમી પર્વને ગણતરીના દિવસો બાકી છે. બીજી બાજી દ્વારકાધીશ જગત મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને મનાવવા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે દ્વારકાધીશ મંદિર આસપાસના વિસ્તારમાં ડ્રોન ઉડતું જોવા મળતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત z સિક્યુરિટી ધરાવતા દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં ચૂકનો મામલો સામે આવ્યો છે. દ્વારકાધીશ મંદિરના આસપાસ વિસ્તારમાં સુરક્ષાના કારણોસર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે. ત્યારે આજે એક ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું.
જગતમંદિરને રંગબેરંગી લાઈટીંગથી સુશોભિત કરાયું
ઉલ્લેખનીય છે કે, 26મી ઓગસ્ટે જન્માષ્ટમી છે. પરિણામે ભાવિકોમાં પણ ઠાકોરજીના જન્મોત્સવને મનાવવા અનેરા ઉત્સાહ સાથે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ જગતમંદિરને રંગબેરંગી લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે.
જન્માષ્ટમી પર્વે યાત્રાધામના પ્રમુખ માર્ગો તેમજ જગતમંદિરની સુરક્ષા કાજે આશરે 1200 જેટલાં જવાનો ફરજ પર રહેશે. એસ.પી. નિતેશકુમાર પાંડે્યના માર્ગદર્શનમાં ડીવાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ તથા ડી. વાય.એસ.પી. સાગર રાઠોડની દેખરેખમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.








