મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદની દેવી ઢોસા રેસ્ટોરેન્ટના સંભારમાંથી નીકળ્યો ઉંદર

અમદાવાદવાસીઓ બહારનું ખાતા પહેલા ચેતી જજો, ઢોસાના સંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે નિકોલ વિસ્તા

અમદાવાદની દેવી ઢોસા રેસ્ટોરેન્ટના સંભારમાંથી નીકળ્યો ઉંદર

અમદાવાદવાસીઓ બહારનું ખાતા પહેલા ચેતી જજો, ઢોસાના સંભારમાંથી મૃત ઉંદર નીકળ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે નિકોલ વિસ્તારમાં દેવી ઢોસા નામની રેસ્ટોરેન્ટ આવેલી છે. આ રેસ્ટોરેન્ટમાં એક પરિવારે ઢોસાનો ઓર્ડર કર્યો હતો, તેમાંથી ઉંદર નીકળ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પહેલા જામનગરમાં રહેતા શખ્સે બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું તેમાં મૃત દેડકો મળી આવ્યો હતો.

વેફરના પડીકામાંથી દેડકો નીકળ્યો

જામનગરના પુષ્કર ધામમાં રહેતા જસ્મીન તાલપરાએ બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યુ હતું.પેકેટ ખોલતા જ તેમાંથી મૃત દેડકો મળી આવતા ગ્રાહક ચોકી ગયા હતા. આ મામલે ફૂડ વિભાગને જાણ કરવામાં આવી હતી. ફૂડ વિભાગે તે બાદ કાર્યવાહી હાથ ધરી છે.

ફૂડ વિભાગના અધિકારી ફિલ્ડમાં હતા ત્યારે જસ્મીન પટેલ નામની વ્યક્તિ દ્વારા બાલાજીની ક્રન્ચેસ વેફરનું 10 રૂપિયાનું પેકેટ ખરીદ્યુ હતું જેમાં દેડકો હોવાનું જાણવા મળતા સ્થળ ઉપર પટેલ પાન અને પટેલ પ્રોવિઝન સ્ટોર્સ પુષ્કરધામ સોસાયટીની સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. આ દરમિયાન વેફરને તોળેલા પેકેટમાંથી દેડકો હોવાનું જણાતા એજન્સીવાળા ભાઇને ઘટનાસ્થળે બોલાવ્યા હતા અને એજન્સીમાં જઇને આ જ વેફરના નમુના લેવાની કામગીરી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો