લગ્નના 13 દિવસે જ મોતની કેનાલ! પૈસા, ધમકી અને પાવરનો ખેલ, સુઘડના યુવાનની સુસાઈડ નોટે હચમચાવી દીધું ગાંધીનગર
ગાંધીનગર નજીક આવેલા સુઘડની વસાહતમાં રહેતો યુવાન બિલ્ડર ત્રણ દિવસ અગાઉ લા

ગાંધીનગર નજીક આવેલા સુઘડની વસાહતમાં રહેતો યુવાન બિલ્ડર ત્રણ દિવસ અગાઉ લાપતા થયા બાદ તેની કાર રાયપુર નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી અને તેમાં અંતિમ ચિઠ્ઠી પણ મળી હતી. જેના આધારે પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જોકે, આજે(28 જાન્યુઆરી) યુવકનો મૃતદેહ કડી કેનાલમાંથી મળી આવ્યો છે, ત્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના યુવકનો મૃતદેહ કડીથી કેનાલમાંથી મળ્યો
મળતી વિગતો પ્રમાણે, ગાંધીનગર શહેર નજીક આવેલા સુઘડ ખાતે શિખર બંગ્લોઝમાં રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન ગત 12 જાન્યુઆરીના રોજ થયા હતા. 25 જાન્યુઆરીના રોજ તે સાઇટ ઉપર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો અને જોકે તે પરત નહીં ફરતા પરિવારજનો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ ઋષભનો ક્યાંય પતો લાગ્યો ન હતો.
ગાંધીનગર નજીક આવેલા સુઘડની વસાહતમાં રહેતો યુવાન બિલ્ડર ત્રણ દિવસ અગાઉ લાપતા થયા બાદ તેની કાર રાયપુર નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી યુવકની કાર રાયપુર નર્મદા કેનાલ પાસે બહુચર પાન પાર્લર નજીકથી બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેની અંદર તપાસ કરતા પરિવારને દાગીના મોબાઈલ અને રોકડ રકમની સાથે અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી હતી.જેના આધારે પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જોકે, (28 જાન્યુઆરી યુવકનો મૃતદેહ કડી કેનાલમાંથી મળી આવ્યો હતો.
આ મામલે પરિવારજનોએ ડભોડા પોલીસમાં યુવાનના ગુમ થવા અંગે જાણવાજોગ અરજી પણ દાખલ કરાવી હતી. જોકે ત્રણ દિવસથી લાપતા થઈ ગયેલા ઋષભનો કોઈ જ પતો લાગ્યો ન હતો.
25 જાન્યુઆરીએ સાઇટ પર જાઉં છું કહી ઘરેથી નીકળેલો ઋષભ પાછો ન ફર્યો નહોતો.
25 જાન્યુઆરીએ સાઇટ પર જાઉં છું કહી ઘરેથી નીકળેલો ઋષભ પાછો ન ફર્યો નહોતો. ગાંધીનગરના સુઘડ વિસ્તારમાં રહેતા 25 વર્ષીય કન્સ્ટ્રક્શન વ્યવસાયી ઋષભ પટેલે નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. સુસાઈડ નોટમાં ઋષભે પોતાની પત્ની હેલીને લખ્યું છે કે મને તારા જ માણસોએ મરવા માટે મજબૂર કર્યો છે, એમને સજા અપાવજે.
મને છેલ્લા 6 દિવસથી ટોર્ચર કરવામાં આવ્યો છે
aatna આમાં મુખ્ય માણસ કલ્પેશભાઈ (તલાટી) તથા મનિષભાઈ સ્પલેન્ડરે મને ધાક ધમકી આપી ઢોર માર માર્યો હોવાથી હું આ પગલું ભરૂં છુ.આ લોકો સામે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ અને આ લોકોને આજીવન સજા થાય તેવી કોશિશ થવી જોઇએ. કેમ કે હું મારૂ જીવન વગર વાંકે પુરૂં કર્યું છે અને આ મારી આટલી ખરાબ દુવા લાગશે કે તમારી સાત પેઢી પર સુખ નહી જોવે અને આ લોકોને બહુ જ ખરાબ હાલત થવી જોઇએ.
માનસિક ટોર્ચર આપ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ
ઋષભની બિનવારસી હાલતમાં મળી આવેલી કારની ડેકીમાંથી બે પાનાની સુસાઈડ નોટ મળી છે, જેમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર સહિત ચાર શખ્સો દ્વારા સતત ધાક-ધમકી અને માનસિક ટોર્ચર આપ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. કલ્પેશ ઉર્ફ તલાટી પટેલ, મનિષ ઉર્ફ સ્પલેન્ડર પટેલ (પૂર્વ કોર્પોરેટરનો પુત્ર), ક્રિશાલ ઉર્ફ વિકમભાઈ પટેલ અને મહિપાલસિંહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તપાસ કરતા મૃતદેહ ઋષભનો હોવાનું જણાયું
બુધવારે કડી પાસેની નર્મદા કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા મૃતદેહ ઋષભનો હોવાનું જણાયું હતું. પરિવારની સાથે ઋષભ પણ છેલ્લા ઘણા સમયથી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં જોડાયો હતો ત્યારે તેના અચાનક આમ આપઘાત કરી લેવાથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. પોલીસે સ્યુસાઈડ નોટના આધારે જવાબદારો સામે આપઘાતના દુષ્પપ્રેરણનો ગુનો પણ દાખલ કરવામાં આવશે.
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનું સમાધાન નથી. જો તમે અથવા તમારા કોઈ પરિચિત માનસિક તણાવ અનુભવી રહ્યા હોય અથવા નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હોય, તો ગભરાશો નહીં. તમે નિઃસંકોચપણે સહાય મેળવી શકો છો. ગુજરાત સરકારની હેલ્પલાઇન 'જીવન આસ્થા' (1800 233 3330) પર 24 કલાક નિષ્ણાતો દ્વારા વિનામૂલ્યે અને ખાનગી રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવે છે. યાદ રાખો, તમારું જીવન અમૂલ્ય છે.








