મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: વેપારીએ પાંચ વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ, સાડા ત્રણ કરોડથી પણ વધુ રૂપિયા ચૂકવ્યા છતાં વધુ માંગ કરી

રાજ્યના વધુ એક શહેરમાં વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં વ્યાજખોરો ત્રાસ યથાવત જોવા મળ્યો હ

રાજકોટ: વેપારીએ પાંચ વ્યાજખોરો સામે નોંધાવી ફરિયાદ, સાડા ત્રણ કરોડથી પણ વધુ રૂપિયા ચૂકવ્યા છતાં વધુ માંગ કરી

રાજ્યના વધુ એક શહેરમાં વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં વ્યાજખોરો ત્રાસ યથાવત જોવા મળ્યો હતો. શહેરના ખ્યાતનામ કાપડના વેપારી શ્યામ ભૂતે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પઠાણી ઉઘરાણી કરી સાથે સાથે માનસિક ત્રાસ આપ્યો

વેપારીએ ધંધો વધારવા માટે આરોપીઓ પાસેથી  વ્યાજે રૂપિયા લીધા હતા. ત્યાર બાદ શખ્સોએ વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરી સાથે સાથે તેને માનસિક ત્રાસ પણ આપ્યો હતો.

વેપારી પાસેથી રૂપિયા1.67 કરોડની સામે રૂપિયા 3.81 કરોડ પડાવ્યા

 વ્યાજખોરોએ વેપારી શ્યામ ભૂત પાસેથી રૂપિયા1.67 કરોડની સામે રૂપિયા 3.81 કરોડ પડાવ્યા હતા. આ બાબતનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  સમગ્ર મામલે કિરીટ ટીલવા, પિયુષ ફળદુ, ભરત જાગાણી, અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામા આવી છે. પોલીસે વ્યાજખોરો સામે ઉંડી તપાસ પણ આદરી છે. 

આ સમાચાર શેર કરો