મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMRELI : ખાંભાના ઇંગોરાળા ગામમાં 65 વર્ષીય મહિલાની હત્યા

Amreli News : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં 65 વર્ષીય મહિલાની હત્યા થઇ છે. મહિલા

AMRELI : ખાંભાના ઇંગોરાળા ગામમાં 65 વર્ષીય મહિલાની હત્યા

Amreli News : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામમાં 65 વર્ષીય મહિલાની હત્યા થઇ છે. મહિલાનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો છે. 

મળતી માહિતી મુજબ ખાંભાના ઇંગોરાળા ગામમાં 65 વર્ષીય મહિલા સોનાબેન કાનભાઈ ગુજરીયા ઘરમાં એકલા હતા ત્યારે કોઈએ તેમની હત્યા કરી નાખી છે. તેમના ઘરમાં કબાટ -તિજોરીઓના તાળાઓ તૂટેલા મળી આવ્યા છે, જેના પરથી અનુમાન કરવામાં આવી રહ્યું છે કે ચોરીના ઇરાદે ઘુસેલા શખ્સે આ મહિલાની હત્યા કરી હશે. 

ઘટનાની જાણ થતા DYSP, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ડોગસ્કોડ, ખાંભા પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી પુરાવાઓ એકત્ર કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. પોલીસે રાત્રે આ જગ્યાએ ક્યાં ક્યાં લોકોની અવરજવર હતી તેની તાપસ પણ શરૂ કરી છે. હાલ તો પોલીસે આ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યાં બાદ મોતનું કારણ સામે આવશે. 

આ સમાચાર શેર કરો