મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

KHEDA : ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરામાં 40 વર્ષીય મહિલાની હત્યા

Kheda News : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરાવા ગામમાં 4 દિવસ પહેલા એક ગર્ભસ્થ મહિલાની હત્યા થઈ હતી.

KHEDA : ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરામાં 40 વર્ષીય મહિલાની હત્યા

Kheda News : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરાવા ગામમાં 4 દિવસ પહેલા એક ગર્ભસ્થ મહિલાની હત્યા થઈ હતી. હવે આવી જ ઘટના આજે ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરામાં બની છે, જેમાં મહિલાની હત્યા થઈ છે અને શંકાની સોય મહિલાના પતિ તરફ છે. 

ખેતરની ઓરડીમાંથી મળ્યો મૃતદેહ

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના  વિઠ્ઠલપુરા તાબેના દેવનગર ફળીયામાં એક 40 વર્ષીય મહિલા જ્યોતિકાબેન સોમાભાઈ ઠાકોરની હત્યા થઈ છે. ખેતરની ઓરડીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતક મહિલાની બહેને ઠાસરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. 

આ પણ વાંચો : ઠાસરાના આગરવા ગામે કુહાડીના ઘા મારી ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા

પતિ-પત્ની વચ્ચે અણબનાવ રહેતો હતો

મૃતક મહિલાને તેના પતિ રાજુભાઈ સાથે અણબનાવ રહેતો હતો, જેથી મૃતક જ્યોતિકાબેન તેમની બહેન સાથે રહેતા હતા, જો કે 6 મહિના અગાઉ રાજુભાઈ પત્નીને મનાવીને સાથે રહેવા લઇ આવ્યાં હતા. ત્યારબાદ પર મૃતક જ્યોતિકાબેનનો પતિ તેના પર શંકા-કુશંકા કરતો હતો. 

જ્યોતિકાબેનનો મૃતદેહ પડ્યો હતો અને બાળકો બાજુમાં સુતા હતા

ગઈકાલે જ્યોતિકાબેન સવારથી એમની ઓરડી બહાર નીકળ્યા ન હતા. પાડોશીએ તેમના રૂમમાં જોયું તો જ્યોતિકાબેનનો મૃતદેહ પડ્યો હતો અને બાળકો બાજુમાં સુતા હતા, જયારે તેમનો પતિ ફરાર થઇ ગયો છે. પાડોશીએ સમગ્ર ઘટનાની જ્યોતિકાબેનના બહેનને કરી હતી. પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો