KHEDA : ઠાસરાના આગરવા ગામે કુહાડીના ઘા મારી ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા
Kheda News : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે કુહાડીના ઘા મારી ગર્ભવતી મહિલાની કરપીણ હત્

Kheda News : ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામે કુહાડીના ઘા મારી ગર્ભવતી મહિલાની કરપીણ હત્યા થઈ છે. પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ગુનામાં વપરાયેલા હથિયારો કબ્જે કરી અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામના એક ખેતરમાં અજાણ્યા શખ્સે કુહાડીના ઘા મારી અને લાકડાના દંડા વડે મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી છે. ઘટનાની જાણ થતા ડાકોર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનામાં વપરાયેલા હથિયારો કુહાડી અને લાકડાનો દંડો કબ્જે કરી અજણ્યા હત્યારા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
નાના એવા આગરવા ગામમાં મહિલાની કરપીણ હત્યા કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી છે. આ મહિલાની હત્યા પાછળ શું કારણ છે એ પોલીસ તપાસ બાદ જ સામે આવશે.






