21 વર્ષની યુવતી પર અનેકવાર દુષ્કર્મ, જેતપુરના ઉદ્યોગનગરની ઘટના
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં દુષ્કર્મની બે ઘટના ઘટી છે. જેતપુર તાલુકાના વિરપુર (જલારામ)માં 15 વર્ષની ત

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં દુષ્કર્મની બે ઘટના ઘટી છે. જેતપુર તાલુકાના વિરપુર (જલારામ)માં 15 વર્ષની તરૂણી પર દુષ્કર્મ થયું, તો જેતપુર ઉદ્યોગનગરમાં એક 21 વર્ષીય યુવતી પર હવસખોર આરોપીએ અનેકવાર દુષ્કર્મ આચર્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગત 8 જૂન 2024ના રોજ કલ્યાણપુર પંથકની યુવતીને ફસાવી શખ્સ જેતપુરના ઉદ્યોગનગરમાં લઈ આવ્યા બાદ મારી નાંખવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચાર્યો હતો. ત્યારબાદ પણ આરોપીએ યુવતીને ધાક-ધમકી આપી અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું.
આ પણ વાંચો : ગેસ્ટહાઉસમાં 15 વર્ષની તરુણી પર દુષ્કર્મ, યાત્રાધામ વીરપુરને લાગ્યું કલંક
યુવતી આરોપીની ચુંગાલમાંથી નિકળી પોલીસ મથકે પહોંચી હતી અને પોતાની આપવીતી સંભળાવતા પોલીસે તાત્કાલીક ગુનો નોંધી ઉદ્યોગનગરની પોલીસ ટીમે આરોપી કાના કરમટા નામના યુવકની શોધખોળ હાથ ધરી છે.






