મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: ગરબા રમવા આવેલી 19 વર્ષની યુવતીની યુવાને કરી છેડતી, લાફા માર્યા અને અશ્લીલ હરકતો કરી

રાજ્યમાં વધુ એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે પ

પાટણ: ગરબા રમવા આવેલી 19 વર્ષની યુવતીની યુવાને કરી છેડતી, લાફા માર્યા અને અશ્લીલ હરકતો કરી

રાજ્યમાં વધુ એક યુવતી સાથે  છેડતીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  પાટણમાં આવેલા ખોડાભા હોલના હેરિટેજમાં એક યુવતી સાથે છેડતીની ઘટના બની હતી. પાર્ટી પ્લોટમાં ગરબા રમવા માટે આવેલી 19 વર્ષની યુવતી સાથે વધાસરા ગામના યુવકે અડપલા કર્યાં અને તેની છેડતી કરી હતી. યુવકે યુવતી સાથે અશ્લીલ હરકતો કરીને તેને લાફા માર્યા હતા.

 આયોજકોએ સીસીટીવી તેમજ બાઉન્સર રાખ્યા હોવા છતાં પણ યુવતી સાથે ઘટના 

ગરબા દરમિયાન રાઉન્ડમાં આયોજકોએ સીસીટીવી તેમજ બાઉન્સર રાખ્યા હોવા છતાં પણ યુવતી સાથે આવી ઘટના બની હતી.ઘટનાને પગલે પોલીસે યુવકને પકડીને જેલ હવાલે કર્યો હતો.

રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ પણ ધીમે ધીમે વધી

પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા પર સવાલ પણ ઉઠ્યા છે. રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ પણ ધીમે ધીમે વધી રહી છે.

આ સમાચાર શેર કરો