સુરતમાં પવિત્ર સંબંધો થયા શર્મસાર, 13 વર્ષની દીકરીને સાવકા પિતાએ બનાવી હવસનો શિકાર
સુરતમાં પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. હીચકારી આ ઘટનામાં સાવકો પિતા જ પોતાની 13 વ

સુરતમાં પવિત્ર સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. હીચકારી આ ઘટનામાં સાવકો પિતા જ પોતાની 13 વર્ષની દીકરીને હવસનો શિકાર બનાવે છે. જેની જાણ દીકરીની માતાને થતાં તેણે પતિને નારી શક્તિનો પરિચય કરાવતાં માર માર્યો હતો. જેથી મોં પણ સોજી ગયું હતું. સમગ્ર બનાવની ફરિયાદ આપતાં આરોપીને ઝડપી લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાત્રે છત પરથી આવી હવસ સંતોષી
વરાછામાં રહેતી કિશોરીની તબિયત બગડી હતી. જેથી માતાએ પૂછતાં તેણીએ ગુપ્ત ભાગે થયેલી ઇજા બતાવી હતી. આ ઈજા સાવકા પિતા રામેશ્વર આશારામ કુશ્વાહાએ રાત્રે આચરેલી હવસનું પરિણામ હતું. મધરાત્રે બે વાગ્યે છત ઉપરથી પિતા નીચે રૂમમાં આવીને બાજુમાં જ નાની બહેન અને બે સાવકા ભાઈઓ સૂતા હતાં. તેને અવાજ ન આવે તે રીતે વાસના સંતોષી હતી.
પતિને માર્યો માર
ચારથી પાંચ વખત બળાત્કાર કરવાની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય પણ આચરી વિકૃતિની હદ વટાવી હતી. માતા આ વાતથી વિફરી હતી. આ હવસખોરને પત્નીએ માર મારી ચહેરો લોહીલુહાણ કરી નાંખ્યો હતો. જેને પગલે હવસખોરના હોઠ સહિતનું મોઢું સોજી ગયું હતું.બાદમાં હવસખોર બનેલાં પતિને વરાછા પોલીસ મથકે લઇ આવી હતી. તેની વિરૂદ્ધ બળાત્કાર અને સૃષ્ટિ વિરૂદ્ધનાં કૃત્ય બદલ ફરિયાદ નોંધાવતાં પોલીસે રામેશ્વર કુશ્વાહાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.








