મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં સાંબેલાધાર વરસાદ, બારડોલીમાં 9.5 ઈંચ વરસાદથી માણેકપુરની શાળામાં ઘૂંટણ સમા ભરાયા પાણી 

સુરત જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24

સુરતમાં સાંબેલાધાર વરસાદ, બારડોલીમાં 9.5 ઈંચ વરસાદથી માણેકપુરની શાળામાં ઘૂંટણ સમા ભરાયા પાણી 

સુરત જિલ્લાના બારડોલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં બારડોલી પંથકમાં 9.5  ઇંચથી વધુ વરસાદ ખાબકયો હતો. જેને લઇને બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં બેટમાં ફેરવાઈ હોય તેમ શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં બાળકોને રજા આપી દેવાઈ હતી.

બાળકોને રજા અપાઈ

છેલ્લા ત્રણ દિવસથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં સુરત જિલ્લાનું બારડોલી મહુવા, પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો છે. છેલ્લા 24 કલાકમાં બારડોલીમાં સાંબેલાધાર 9.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેથી બારડોલી તાલુકાના માણેકપુર ગામે આવેલી પ્રાથમિક શાળા બેટમાં ફેરવાઈ હતી. માણેકપોર ગામે આવેલ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયાં હતાં. રાબેતા મુજબ વિદ્યાર્થીઓ શાળાએ આજે આવ્યા હતા. જોકે શાળામાં પાણી ભરાઈ જતા શાળામાં રજા આપી દેવાઈ હતી. જેથી બાળકોના શિક્ષણ કાર્યને પણ અસર થવા પામી હતી.

સુરત જિલ્લામાં 24 કલાકમાં પડેલો વરસાદ

બારડોલી : 9.5 ઇંચ
પલસાણા : 7.8 ઇંચ
મહુવા : 7 ઇંચ
કામરેજ : 4 ઇંચ
માંડવી : 3.5 ઇંચ
માંગરોળ :2 ઇંચ
ઓલપાડ :4 ઇંચ
ચોર્યાસી : 1.25 ઇંચ

આ સમાચાર શેર કરો