મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ / ટાંકીમાં પડી જતા 9 મહિનાના બાળકનું મોત

રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવ માસનું બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જત

રાજકોટ / ટાંકીમાં પડી જતા 9 મહિનાના બાળકનું મોત

રાજકોટમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. નવ માસનું બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. 

આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટના કુવાડવા રોડ પર આવેલા શાલીગ્રામ શિલ્પ બિલ્ડિંગમાં નવ મહિનાનું બાળક ટાંકીમાં પડી જતા મોત થયું છે. બાળકોને એકલા રમવા માટે મુકતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સંદીપ બુઢા નામના માસુમનું ટાંકીમાં પડી જતા મોત થયું છે. બાળકના મોત બાદ પરિવાર આઘાતમાં ડુબી ગયો છે.

મેટોડા પાસે કાર ચાલક ચારને ટક્કર મારીને ફરાર, યુવતી અને બાળકનું મોત

 રાજકોટ શહેરના મેટોડા પાસે કાર ચાલકે ચાર લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં 21 વર્ષીય શિલાદેવી શાહ અને 1.5 વર્ષના પુત્ર અંકુશનું મોત થયું હતું. મળતા અહેવાલ પ્રમાણે મહિલા અને તેમના પુત્રને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

 સારવાર દરમ્યાન યુવતી અને બાળકનું  સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું, તો એક શખ્સ સારવાર હેઠળ છે. જો કે કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર કાર ચાલકને દબોચવા માટે તપાસ આદરી છે. આ પરિવાર મૂળ બિહારનો રહેવાસી છે.

આ સમાચાર શેર કરો