35 જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોની જાહેરાત: 8 પ્રમુખ 12 ધોરણ ભણેલા, 22 સંઘ સાથે જોડાયેલા
ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના નવા ભાજપ પ્રમુખની જાહેરાત ભાજપે કરી દીધી છે.

ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરના નવા ભાજપ પ્રમુખની જાહેરાત ભાજપે કરી દીધી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ મકવાણાની વરણી કરવામાં આવી છે, જ્યારે અમરેલીમાં અતુલ કાનાણી, બનાસકાંઠામાં કીર્તિસિંહ વાઘેલા, સુરતમાં ભરતભાઈ રાઠોડ, ગાંધીનગરમાં અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
આ જિલ્લા-શહેર પ્રમુખની જાહેરાત હજુ બાકી
ભાજપે શહેર જિલ્લા પ્રમુખોની જાહેરાતની જે યાદી બહાર પાડી છે તેમાં હજુ પણ કેટલાક શહેર અને એક જિલ્લાના પ્રમુખની જાહેરાત કરવામાં નથી આવી, જેમ કે, વડોદરા જિલ્લા પ્રમુખ, ગાંધીનગર, અમદાવાદ, પોરબંદર, અને પંચમહાલ શહેરના પ્રમુખના નામની જાહેરાત બાકી છે.
5 પ્રમુખ ધો. 10 પાસ, 3 પ્રમુખ ધો. 12 પાસ
જાહેર કરાયેલા પ્રમુખોમાં પાંચ પ્રમુખ એવા છે જે ફક્ત ધોરણ 10 પાસ છે, જ્યારે ત્રણ પ્રમુખ ધોરણ 12 પાસ છે. બાકીના ઘણા પ્રમુખ સ્નાતક, અનુસ્નાતક છે. તો કોઈ ડબલ ડીગ્રી ધરાવે છે.
|
ક્રમ |
જિલ્લા પ્રમુખનું નામ |
જિલ્લો |
અભ્યાસ |
|
1 |
ભરતભાઈ રમણભાઈ રાઠોડ |
સુરત |
10 પાસ |
|
2 |
ભુરાલાલ માણેકલાલ શાહ |
નવસારી |
10 પાસ |
|
3 |
મયુરભાઈ મનજીભાઇ પટેલ |
બોટાદ |
10 પાસ |
|
4 |
સ્નેહલભાઈ ધારિયા |
દાહોદ |
10 પાસ |
|
5 |
ભીખાજી દુધાજી ઠાકોર |
અરવલ્લી |
10 પાસ |
|
6 |
કલ્પેશભાઈ ગોવિંદભાઇ ઢોલરીયા |
રાજકોટ |
12 પાસ |
|
7 |
નિલભાઈ પ્રેમશંકર રાવ |
નર્મદા |
12 પાસ |
|
8 |
કિશોરભાઈ એમ ગાવિત |
ડાંગ |
FY B.A. |
ભાજપે કોને આપ્યું પ્રાધાન્ય?
યાદીમાં ઉડીને આંખે વળગે તેવી બાબત સંઘ સાથેનો સબંધ પણ જોવા મળે છે. 22 જિલ્લા અને શહેરના પ્રમુખ સંઘ પરિવાર, તેમની સંસ્થા કે તેમના વિચારો સાથે જોડાયેલા છે. એટલે કે ભાજપમાં આંતરીક કલેહ કે જૂથબંધી ટાળવા માટે સંઘના અગ્રણીઓ પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
|
ક્રમ |
જિલ્લા/શહેર પ્રમુખનું નામ |
જિલ્લો/ શહેર |
|
1 |
કિશોરભાઈ એમ ગાવિત |
ડાંગ જિ. |
|
2 |
હેમંતભાઈ કંસારા |
વલસાડ જિ. |
|
3 |
સુરજભાઈ વસાવા |
તાપી જિ. |
|
4 |
નિલભાઈ પ્રેમશંકર રાવ |
નર્મદા |
|
5 |
જયપ્રકાશ મહેશકુમાર સોની |
વડોદરા શહેર |
|
6 |
દશરથભાઈ બારીયા |
મહીસાગર જિ. |
|
7 |
સ્નેહલભાઈ ધારિયા |
દાહોદ |
|
8 |
રમેશભાઈ સિંધવ |
પાટણ જિ. |
|
9 |
ગીરીશભાઈ રાજગોર |
મહેસાણા જિ. |
|
10 |
શૈલેષભાઇ અમૃતલાલ દાવડા |
અમદાવાદ જિ. |
|
11 |
દેવજીભાઈ હીરાભાઈ વરચંદ |
કચ્છ જિ. |
|
12 |
કીર્તિસિંહ વાઘેલા |
બનાસકાંઠા જિ. |
|
13 |
ડો. માધવ કે. દવે |
રાજકોટ શહેર |
|
14 |
જયંતીભાઈ રાજકોટીયા |
મોરબી શહેર |
|
15 |
ચંદુભાઈ જેઠાભાઇ મકવાણા |
જૂનાગઢ જિ. |
|
16 |
ગૌરવભાઇ રૂપારેલિયા |
જૂનાગઢ શહેર |
|
17 |
સંજયભાઈ કાનજીભાઈ પરમાર |
ગીરસોમનાથ |
|
18 |
દિગ્વિજયસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ |
ભાવનગર જિ. |
|
19 |
મયુરભાઈ મનજીભાઇ પટેલ |
બોટાદ જિ. |
|
20 |
હિતેન્દ્રસિંહ પર્વતસિંહ ચૌહાણ |
સુરેન્દ્રનગર જિ. |
|
21 |
અતુલ કાનાણી |
અમરેલી જિ. |
|
22 |
વિનોદભાઈ ડાહ્યાભાઈ ભંડેરી |
જામનગર જિ. |








