સબ સલામતના દાવાઓ પોકળ! સુરેન્દ્રનગરના થાનમાં 8 નરાધમોએ સગીરા પર આચર્યું સામૂહિક દુષ્કર્મ
રાજ્યમાં મહિલાઓ, બાળાઓ અને યુવતીઓની સુરક્ષા પર હવે સવાલ ઉભા થાય તેવી ઘટનાઓ ધીમે ધીમે વધી ર

રાજ્યમાં મહિલાઓ, બાળાઓ અને યુવતીઓની સુરક્ષા પર હવે સવાલ ઉભા થાય તેવી ઘટનાઓ ધીમે ધીમે વધી રહી છે. રાજ્યના સુરેન્દ્રનગરના થાનમાંથી સભ્ય સમાજને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના થાનમાં 17 વર્ષની સગીરા સાથે આઠ શખ્સોએ અલગ-અલગ સ્થળ પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આઠ શખ્સોમાંથી કેટલાક આરોપીઓ દ્વારા 17 વર્ષીય સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ
1- અજય ભરવાડ
2- અજય અલગોતર
3- શૈલેષ અલગોતર
4- ધ્રુવ ચાવડા
5- કૌશિક ગોસ્વામી
6- વિજયસિંહ સોલંકી
7- દર્શન સદાદિયા
8- કાનો ઉર્ફે હરી
પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
થાનમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના
થાનમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બનતા મહિલાઓની સુરક્ષા સામે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. ઘટનાને પગલે ડીવાયએસપી સહિતનો સ્થળ પર દોડી ગયો હતો. સગીરાના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને આરોપીઓને દબોચવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
રાવળીયાવદર ગામમાં 5 વર્ષની બાળા પર દુષ્કર્મ
ધ્રાંગધ્રા તાલુકાના રાવળીયાવદર ગામે થોડા દિવસો પહેલા ૫ વર્ષની બાળકી પર ૪૦ વર્ષના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે બાળાને પીખી નાખી હતી. આ ઘટનાના સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા જીલ્લા પંચાયત ખાતે થી કલેકટર કચેરી સુધી રેલી યોજી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી અને દુષ્કર્મ આચરનાર આરોપીને ફાંસીની સજા આપવા સહિતની માંગ કરી હતી.








