હજુ કેટલા મુન્નાભાઈ MBBS? મોરબીમાંથી 48 કલાકમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા, જાણો ક્લિનિકમાંથી શું મળ્યું
રાજ્યના મોરબી અને ગ્રામ્ય પંથકમાંથી છેલ્લા 48 કલાકમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા છે. આ તમામ ડોક્ટરો ડિગ્રી વગર ક્લિન

રાજ્યના મોરબી અને ગ્રામ્ય પંથકમાંથી છેલ્લા 48 કલાકમાં 8 નકલી ડોક્ટરો ઝડપાયા છે. આ તમામ ડોક્ટરો ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા હતા અને સંખ્યાબંધ દર્દીઓની સારવાર પણ કરી નાખી હોવાનું સામે આવ્યું છે.
ડિગ્રી વગર એલોપેથી દવાઓ દર્દીઓને આપતા
ડિગ્રી વગર એલોપેથી દવાઓ દર્દીઓને આપી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હતાં. આ નકલી ડોક્ટરો ભાડે મકાનમાં, ઘરના ફળિયામાં, સોસાયટીના બહાર ક્લિનિકો ચલાવતા હતા. દર્દીઓની પણ તેઓ સારવાર કરી રહ્યા હતા.
એલોપેથીક દવાઓ, બાટલા, ઇન્જેક્શન સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો
આ નકલી ડોક્ટરો પાસેથી એલોપેથીક દવાઓ, બાટલા, ઇન્જેક્શન સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે. મોરબી, હળવદ અને આસપાસના ગામોમાં આ નકલી ડોક્ટરો દર્દીઓની છેલ્લા ઘણા સમયથી સારવાર કરી રહ્યા હતા. બિન્દાસ્ત રીતે ક્લિકનિક ચલાવતા હતા. તો બીજી તરફ કેટલાક તબીબોએ તો બેડ સાથેની હોસ્પિટલ પણ શરૂ કરી હતી. જેમાં કેટલાય દર્દીઓ દાખલ હતા.
આ પણ વાંચો: લ્યો બોલો: હળવદના ગ્રામ્ય પંથકમાંથી પાંચ નકલી ડોક્ટરો ઝડપાયા, સંખ્યાબંધ લોકોની કરી નાખી સારવાર
ઝડપાયેલા નકલી ડોક્ટરો
1-સંદીપ મનુભાઇ પટેલ - લીલાપુર ગામે ક્લિનિક
2- વાસુદેવ કાનજીભાઈ પટેલ - સુંદરી ભવાની ગામે ક્લિનિક
3- પરીમલ ધિરેનભાઈ બાલા - રણમલપુર ગામે ક્લિનિક
4- પંચાનન ખુદીરામ ધરામી - રાયસંગપુર ગામે ક્લિનિક
5- અનુજ ખુદીરામ ધરામી - ઢવાણા ગામે ક્લિનિક
6- અશ્વિન વેલજીભાઈ નકુમ- મહાવીરનગર મોરબી ક્લિક્નિક
7- પ્રણવ કુમાર અશોકભાઈ ફળદુ- શ્રીજી મોરબી ક્લિનિક
8- જયકિશન કાંતિભાઈ ભીમાણી- ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક
48 કલાકમાં કુલ 8 ડોક્ટરો ઝડપાયા
મોરબીના હળવદમાંથી આજે પાંચ નકલી ડોક્ટરો ઝડપાયા હતા. આ શખ્સો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા. ગ્રામ્ય પંથકમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટરોઓ પર પોલીસે તવાઈ બોલાવી હતી. ડીગ્રી વગરનાં પાંચ નકલી ડોકટરો ઝડપી પોલીસે બોગસ ડોક્ટરો પાસેથી દવાનો જથ્થો જપ્ત કર્યો








