ભરૂચના આમોદમાં 70 વર્ષીય વૃધ્ધા સાથે દુષ્કર્મ, જેલમાંથી છૂટતા જ નરાધમે બીજી વાર કરી બળજબરી
ભરુચના આમોદ તાલુકાના એક ગામની 70 વર્ષની વૃદ્ધ મહિલા ઉપર 35 વર્ષના યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પા

ભરુચના આમોદ તાલુકાના એક ગામની 70 વર્ષની વૃદ્ધ મહિલા ઉપર 35 વર્ષના યુવકે દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં આમોદ સહિત ભરૂચ જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે. દુષ્કર્મીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. સહિત આમોદ પોલીસની ટીમે આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ધમકી પણ આપી
આમોદ તાલુકાના એક ગામે રહેતી એક ૭૦ વર્ષની વૃદ્ધા ઉપર 35 વર્ષીય યુવાન શૈલેષ રાઠોડે 15મી ડિસેમ્બર તથા 22મી ડિસેમ્બર એમ બે વખત બળજબરી દુષ્કર્મ આચર્યું હતું. સાથે જ કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની આમોદ પોલીસ મથકે વૃધ્ધાએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહીત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ. જી.સહિતની ટીમોએ ગામમાં પહોચી તેને પકડાવાના ચક્રો ગતિમાન કર્યા છે.
બીજીવાર દુષ્કર્મ
મહત્વપૂર્ણ છે કે આ જ વૃધ્ધા ઉપર એક વર્ષ અગાઉ આ જ આરોપીએ દુષ્કર્મ કર્યુ હતું. જે જેલમાંથી જામીન ઉપર છૂટીને આવ્યા બાદ ફરીથી આ જ વૃધ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી.આમોદ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરતા એસ.પી.સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી ગયો હતો. આ ધૃણાસ્પદ બનાવની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેકટર આર.બી.કરમટીયા ચલાવી રહ્યા છે.








