વડોદરા / તરસાલી રોડ પર ઘરમાં ઘુસી પાડોશીએ 70 વર્ષીય વૃદ્ધાની કરી કરપીણ હત્યા
વડોદરાના તરસાલી રોડ પર ઘરમાં ઘુસી 70 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના ઘટી છે. મળતી માહિતી મુજબ પ

વડોદરાના તરસાલી રોડ પર ઘરમાં ઘુસી 70 વર્ષીય વૃદ્ધાની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના ઘટી છે. મળતી માહિતી મુજબ પાડોશમાં રહેતા યુવકે જ વૃદ્ધાની હત્યા કરી છે. મકરપુરા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
તરસાલી રોડ પરના ભાઈલાલ પાર્કમાં રહેતા 70 વર્ષીય સુખજીત કૌરની હત્યા થઇ છે. હત્યા કરનારાએ પહેલા ઘરની બહારથી ઘરનો વીજપુરવઠો બંધ કરી દીધો હતો. ગરમીના કારણે વૃદ્ધા બહાર આવતા જ લૂંટારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી વૃદ્ધાની નિર્મમ હત્યા કરી નાખી.
પાડોશી યુવક વૃદ્ધાની હત્યા કરી, લૂંટ ચલાવી ફરાર થઇ ગયો હતો. આ યુવકનો પરિવાર પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. મકરપુરા પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સુશેન તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક સોસાયટીમાં 37 વર્ષના હરવિંદરસિંહ કમ્બો અને તેમના 71 વર્ષીય પત્ની સુખજીતકૌર એકલા રહે છે.
ગઇકાલે રાતે તેઓ જમી પરવારીને સૂઇ ગયા હતા. મળસ્કે ચાર વાગ્યે લાઇટ જતા સુખજીતકૌર ઉઠયા હતા. તેઓ ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા હતા. માત્ર તેમના ઘરની જ લાઇટ બંધ હતી. સોસાયટીના અન્ય મકાનોમાં લાઇટો હતી. તેઓ કંઇ સમજે તે પહેલા જ ચોરીના ઇરાદે આવેલા આરોપીઓએ તેમના પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી.
તેમણે ચોર, ચોરની બૂમો પાડતા તેમના પતિ પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમણે જોયું તો તેમના પત્ની લોહીલુહાણ હાલતમાં બહાર પડયા હતા. તેમણે બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો પણ દોડી આવ્યા હતા. તેઓ ઇજાગ્રસ્ત સુખજીતકૌરને સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ વધુ પડતું લોહી વહી જવાના કારણે તેઓનું મોત થયું હતું.
સુખજીતકૌરના મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. મકરપુરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ વૃદ્ધાના શરીર પરથી દાગીના લૂંટી ગયા હતા.








