મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદના આ 7 વિસ્તારમાં ફ્લેટ કે મકાન છે? મલ્ટીનેશનલ કંપનીના પગાર જેટલું મળશે ભાડું!

છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશના ભાડા બજારમાં ભારે તેજી આવી છે. એક રિપોર્ટ અનુસાર, ભાડા બજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા

અમદાવાદના આ 7 વિસ્તારમાં ફ્લેટ કે મકાન છે? મલ્ટીનેશનલ કંપનીના પગાર જેટલું મળશે ભાડું!

છેલ્લા કેટલાક વર્ષોમાં, દેશના ભાડા બજારમાં ભારે તેજી આવી છે. એક રિપોર્ટ અનુસાર, ભાડા બજારમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે, જેમાં 13 મુખ્ય શહેરોમાં સરેરાશ કુલ ભાડા ઉપજ 3.62 ટકા સુધી પહોંચી છે. આ સમયગાળા દરમિયાન, અમદાવાદ દેશમાં સૌથી વધુ ભાડું મેળવનાર શહેર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં ભાડાની ઉપજ 3.9 ટકા રહી છે. રિપોર્ટ અનુસાર, અન્ય મોટા શહેરોની તુલનામાં વધુ માંગ અને સસ્તા પ્રોપર્ટી રેટને કારણે આ શક્ય બન્યું છે.

અમદાવાદની ગણતરી હવે દિલ્હી-નોઈડા, બેંગલુરુ, મુંબઈ જેવા શહેરોની સાથે થઈ રહી છે. જેના કારણે અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ ઉંચકાયું છે. અમદાવાદમાં હવે નવું ઘર કે ફ્લેટ લેવું હોય તો કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. આવી જ સ્થિતિ મકાનના ભાડામાં પણ છે. અમદાવાદમાં સારું મકાન ભાડેથી જોઈતું હોય તો તેના માટે હજારો રૂપિયા ચૂકવવા પડે છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ભાડું આસમાને પહોંચ્યું છે. જો તમારું મકાન કે ફ્લેટ અમદાવાદના કેટલાક ચોક્કસ વિસ્તારમાં હશે તો તમને માંગો તેટલા ભાવ મળશે. 

અમદાવાદના આ વિસ્તારોના ભાડા સૌથી ઉંચા 

અહેવાલ મુજબ, દેશમાં ભાડાથી મળતી આવકનું માર્કેટ પણ ઉંચકાયું છે. તેમાં અમદાવાદ શહેર 4 ટકા સાથે મોખરે છે. અમદાવાદમાં મકાનના ભાડા પણ વધી રહ્યાં છે. તેમાં પણ જો તમારું મકાન સેટેલાઈટ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, એસજી હાઈવે જેવા વિસ્તારમાં છે તો તેના ભાડામાંથી મલ્ટી નેશનલ કંપનીના પગાર જેટલી આવક થઈ શકે છે. 

રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં પ્રોપર્ટીના ભાડામાં પણ ઉછાળો આવ્યો છે. આ વિસ્તારોમાં જો તમારું ઘર કે ફ્લેટ તમે ભાડેથી આપો છો, તો તમને ઘણું સારું વળતર મળી શકે છે. સેટેલાઈટ, પ્રહલાદનગર, સાઉથ બોપલ, એસજી હાઈવે જેવા વિસ્તારમાં મકાનની ડિમાન્ડ વધી છે. આ ડિમાન્ડને પગલે ભાડાની આવક પણ વધી છે. આ વિસ્તારોમાં જો તમને 2 BHK ઘર કે મકાન જોઈતું હોય તો સરેરાશ 20થી 22 હજાર ભાડું ચૂકવવું પડે છે. 

  • શેલા, સાઉથ બોપલ, ગોતામાં મકાનનું ભાડું - 18 હજારથી 23 હજાર રૂપિયા
  • સેટેલાઈટ, પ્રહલાદનગર, નવરંગપુરામાં મકાનનું ભાડું - 32 હજારથી 42 હજાર રૂપિયા

અમદાવાદમાં પ્રોપર્ટી માર્કેટમાં ભાડામાં મોટો ઉછાળ આવ્યો છે. અમદાવાદ હવે મેગા સિટી બની રહ્યું છે. અહીં અન્ય રાજ્યો અને શહેરોમાંથી લોકો રોજગારી માટે આવી રહ્યાં છે. આ જ કારણ છે કે, અહીં ભાડાની પ્રોપર્ટીની ડિમાન્ડ વધી છે. એસજી હાઈવે, સેટેલાઈટ, પ્રહલાદનગર, શેલા, બોપલ, સાઉથ બોપલ જેવા વિસ્તારોમાં કમર્શિયલ પ્રોપર્ટીમાં પણ ભાડાની આવક વધારે છે. તો અન્ય વિસ્તારોની વાત કરીએ તો, વસ્ત્રાપુર, નારણપુરા, ગોતા વિસ્તારોમાં પણ ભાડા ઉંચા બોલાય છે. 

મિલકતના ભાવ અને ભાડું

અમદાવાદમાં મિલકતની સરેરાશ કિંમત 5,927 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ છે. તે જ સમયે, સરેરાશ ભાડું ગયા વર્ષની સરખામણીમાં 16.9 ટકા વધીને 19.35 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ થયું છે.

અમદાવાદમાં રહેણાંક પુરવઠામાં અંદાજે 32.5 ટકાનો વધારો થયો છે. જે બજારની ગતિશીલતામાં સંભવિત ફેરફાર સૂચવે છે. આ શહેરોમાં માંગ પહેલાથી જ દાયકાઓમાં સૌથી વધુ છે, જ્યારે ઇન્વેન્ટરીમાં વધારો થવાથી લાંબા ગાળે કિંમતો સ્થિર થવાની અપેક્ષા છે.

આ સમાચાર શેર કરો