મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં લેબગ્રોન ડાયમંડ કંપનીમાં 3 મહિનાથી પગાર ન થતાં 600 કારીગરો રોષે ભરાયા, કારખાનામાં કરી તોડફોડ

હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી સીવીડી (કેમિકલ વેપોર ડિપોજીશન) ડાયમંડની બોલબા

સુરતમાં લેબગ્રોન ડાયમંડ કંપનીમાં 3 મહિનાથી પગાર ન થતાં 600 કારીગરો રોષે ભરાયા, કારખાનામાં કરી તોડફોડ

હીરાનગરી સુરતમાં છેલ્લા ઘણા સમયથી સીવીડી (કેમિકલ વેપોર ડિપોજીશન) ડાયમંડની બોલબાલા ચાલતી હતી. જો કે, આ સીવીડી એટલે કે લેબગ્રોન ડાયમંડનો ફુગ્ગો ફૂટી ગયો હોય તેવી ઘટનાઓ સામે આવી રહ્યાં છે. રિયલ ડાયમંડને ટક્કર આપતાં લેબગ્રોન ડાયમંડ બનાવનારાની હાલત કફોડી થઈ હોય તેવા દિવસો આવી ગયા છે. કર્મચારીઓને લેબગ્રોન બનાવતી ભંડેરી ડાયમંડમાં પગાર ન થતો હોવાની રાવ ઊઠી છે.

હડતાળ ઉગ્ર બનતાં તોડફોડ

વરાછા ઉમિયાધામ રોડ પર આવેલી ભંડેરી ડાયમંડની કંપનીના આશરે  600થી વધુ કારીગરોને છેલ્લા 3 મહિનાનો પગાર ન મળતા રોષે ભરાયા છે. ઘર ચલાવવા કપરાં થઈ જતાં રોષભેર કારીગરો ગાંધીચીંધ્યા માર્ગે હડતાલ પર ઉતર્યા હતાં. જો કે, તેમ છતાં કોઈ જ હકારાત્મક નિર્ણય આવ્યો નહોતો. જેથી કર્મચારીઓ દ્વારા કારખાનામાં તોડફોડ કરવામાં આવી હતી. જેથી મામલો વણસી ગયો હતો.

પોલીસને બોલાવાઈ

ભંડેરી લેબગ્રોન ડાયમંડનું સુરતમાં મોટું કામકાજ છે. કર્મચારીઓ દ્વારા તોડફોડ કરવામાં આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસની ગાડીઓ રસ્તા પર ઉતરી આવી હતી. આ અંગે કોઈને કશી જ જાણ કરવામાં આવતી નહોતી. જો કે, કર્મચારીઓમાં પગાર મુદ્દે રોષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે ભંડેરી ડાયમંડના સંચાલકો સાથે વાત કરવાની કોશિષ કરવા છતાં તેઓએ કોઈ પ્રતિસાદ આપવાથી દૂર રહ્યાં હતાં. 

આ સમાચાર શેર કરો