મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની ઓફિસમાંથી લેપટોપ, મોબાઈલ સહિતની ચોરી કરનાર 6 પકડાયા, 5.84 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત 

સુરતના સચિન વિસ્તારમાં મહેતા ઇન્ફોકોમની ઓફિસમા ચોરીનો બનાવ બન્યો હતો. ઓફિસમા થયેલી ઘરફોડ ચોર

સુરતની ઓફિસમાંથી લેપટોપ, મોબાઈલ સહિતની ચોરી કરનાર 6 પકડાયા, 5.84 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત 

સુરતના સચિન વિસ્તારમાં મહેતા ઇન્ફોકોમની ઓફિસમા ચોરીનો બનાવ બન્યો હતો. ઓફિસમા થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 6 આરોપીઓને સચિન પોલીસે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આરોપીઓએ ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીનું લેપટોપ મોબાઈલ ફોન રોકડ રકમ સહિત ઘરફોડ ચોરી માટે ઉપયોગમાં લેવાયેલા સાધનો કબ્જે કરી આગળની તપાસ સચિન પોલીસે હાથ ધરી છે.

અલગ અલગ ટીમો બનાવાઈ

સચિન પોલીસે પોલીસના ચોપડે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવા પોલીસ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરવામાં આવી હતી. 

બાતમીના આધારે ઝડપાયા

પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સના આધારે ઘરફોડ ચોરી કરનારા આરોપીઓની તપાસ આદરી હતી. જેમાં સુરતના ઉધના સ્થિત બીઆરસી ખાતે આવેલ પ્રભુનગરના એસએમસી આવાસમાં રહેતા હોવાની માહિતી સામે આવી હતી. જેનાં આધારે 6 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.

આ સમાચાર શેર કરો