ANAND : વ્યાજખોરોના ત્રાસથી નાનાકલોદરા ગામે 50 વર્ષીય આધેડે કર્યો આપઘાત
ANAND NEWS : આણંદ જિલ્લાનાં ખંભાતના નાના કલોદરા ગામે વ્યાજ ખોરોના ત્રાસથી 50

ANAND NEWS : આણંદ જિલ્લાનાં ખંભાતના નાના કલોદરા ગામે વ્યાજ ખોરોના ત્રાસથી 50 વર્ષીય આધેડે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
નાના કલોદરા ગામે રહેતા રમેશભાઈ સામલાવાળાએ વ્યાજખોરોના ત્રાસથી ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતકનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખંભાતની જનરલ હોસ્પિટલમાંથી કરમસદ ખસેડવા તજવીજ પોલીસે હાથ ધરી હતી. જો કે પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડતા તંત્ર દોડતું થયું હતું.
મૃતકના પુત્રએ જણાવ્યું કે નાના કલોદરાના નિલેશભાઈ કાંતિભાઈ પટેલ, વાસણાના મનહરભાઈ મથુરભાઈ જલસાણા, સતરપુરના મેહુલભાઈ વિનોદભાઈ ડાભી આ ત્રણ વ્યાજખોરોએ તેના પિતા પર ચેકબાઉન્સના ખોટા કેસો કરીને માનસિક રીતે હેરાન કરતા હતા. આ ઉપરાંત તેમના વકીલે દિવાળી જેલમાં કાઢવી પડશે એવી પણ ધમકી આપી હતી.
મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ ફરિયાદ લેવા માટે આનાકાની કરી રહી છે. પરિવારજનોએ કહ્યું કે જ્યાં સુધી પોલીસ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી મૃતદેહનો સ્વીકાર નહીં કરીએ.






