મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાતા 50 ટકા દર્દી બોગસ, સરકારી યોજનાનો લાભ ખાટવાનું સૌથી મોટું મેડિકલ કૌભાંડ

મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દર્દીઓને ખેંચી લાવીને લૂંટ ચલાવવા માટે ગ્રામપં

ગુજરાતમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાતા 50 ટકા દર્દી બોગસ, સરકારી યોજનાનો લાભ ખાટવાનું સૌથી મોટું મેડિકલ કૌભાંડ

મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ દર્દીઓને ખેંચી લાવીને લૂંટ ચલાવવા માટે ગ્રામપંચાયતના વડાને સારી એવી રકમની લાંચ આપીને ફોડી નાખે છે. ત્યારબાદ ગામડામાં ફ્રી મેડિકલકેમ્પનું આયોજન કરે છે. ખાસ કરીને હૃદયરોગની બીમારી, સંતાનહીન દંપતિઓને આકર્ષવા ઈન્ફર્ટિલિટીના અને ઓર્થોપેડિક સમસ્યાને લગતા કેમપનું આયોજન કરે છે, મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે. કેમ્પના ખર્ચ કરતાં દસ ગણી આવક કરવાની ગણતરી સાથે દર્દીઓને ડરાવીને હોસ્પિટલ્સ સુધી ખેંચી લેવા ખર્ચના ખાડામાં ઉતારે છે. 

ICUના બિલ નોર્મલ બિલ કરતાં ત્રણથી ચાર ગણા વધારે

ઘરે અચાનક કશુંક થઈ જતાં દર્દીને હોસ્પિટલમાં હોસ્પિટલમાં લાવવામાં આવે તો તેમને ICUમાં જ દાખલ કરી દેવામાં આવે છે,ICUના બિલ નોર્મલ બિલ કરતાં ત્રણથી ચાર ગણા વધારે હોય છે. ICUમાં લીધા પછી દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હોવાનું કારણ આગળ કરીને તેને વેન્ટિલેટર પર ચઢાવી દેવામાં આવે છે. વેન્ટિલેટર પર મૂકતાં તેમનું બિલ 10 ગણું વધી જાય છે. આ જ રીતે યુરિન પાસ થચું નથી તેમ જણાવીને તેમને ડાયલિસિસની જરૂર ન હોય કે હોય તો પણ ચઢીવી દેવામાં આવે છે.

ડાયાલિસિસ એક વખત કરાવવાના 15 હજાર સુધીના ચાર્જ 

ડાયાલિસિસ એક વખત કરાવવાના 15 હજાર સુધીના ચાર્જ લેવામાં આવી રહ્યા છે. સ્વજન એકાએક બીમાર પડ્યા હોવાથી ગભરાયેલા સ્વજનના ડરનો મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ્સ ગેરલાભ ઉઠાવે છે. દર્દી ક્રિટીકલકેર હેઠળ હોવાનું જણાવીને અલગ  અલગ બીમારીના ડોક્ટર્સની વિઝીટ ચાલુ કરાવી વિઝિટ દીઠ 4 હજારનો ચાર્જ ચઢાવી દેવામાં આવે છે. પેશન્ટ મૃત્યુ ન પામે ત્યાં સુધી કોઈને કોઈ બહાનું આગળ કરીને ડોક્ટર્સ તેમને ઘરે લઈ જવા દેતાં નથી. 

આ પણ વાંચો: ભ્રષ્ટ અધિકારીઓ સામે દાદાનું ‘ઓપરેશન ગંગાજળ’, વધુ 5 અધિકારીઓને આપ્યું પ્રિમેચ્યોર રિટાયરમેન્ટ

બિઝનેસમેનેજર અને CEOમાં અનુકંપા કે સહાનુભૂતિનો છાંટોય નથી હોતો

હોસ્પિટલ્સ મેનેજમેન્ટ બિઝનેસમેનેજર કરે છે. તેમજ CEO હોસ્પિટલ ચલાવે છે. બન્ને પ્રોફેશનલ અભિગમથી ફક્ત નફો કરવાના ધ્યેયથી આગળવધતા હોવાથી તેમનામાં અનુકંપા કે સહાનુભૂતિનો છાંટોય હોતો નથી, દર્દી પહેલા તેઓ ડોક્ટર્સને આકર્ષે છે. તેમના માટે હોસ્પિટલ્સના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાઈલાઈટ કરીને ડોક્ટર્સને આકર્ષવાનું કામ કરે છે.

રેગ્યુલર પગારદાર ડોક્ટરને વર્ષે 3થી 4 કરોડની ઈન્કમ જનરેટ કરવાનો ટાર્ગેટ

ડોક્ટર ખેંચાઈ ન આવે તો તેમને દર્દીના કુલ બિલની રકમના 20થી 50 ટકા સુધીના કમિશનની ડોક્ટર્સને ઓફર કરે છે. રેગ્યલર જોબ પર લેવામાં આવેલા ડોક્ટરને વાર્ષિક એક કરોડનો પગાર ઓફર કરવામાં આવે છે, ત્યારે જ તેમને વર્ષે ત્રણથી 4 કરોડની ઈન્કમ જનરેટ કરવાનું ટાર્ગેટ આપી દેવામાં આવે છે. આ ટાર્ગેટ પૂર્ણ કરવા દર્દીઓને ટ્રેપમાં લે છે.

હોસ્પિટલ્સને થતી આવકમાંથી પણ ડોક્ટર્સને 15 ટકા સુધીનો કટ મળે છે

પગાર પર કામ ન કરતાં હોય અને માત્ર દર્દીઓને સારવાર આપવા માટે એફિલિયેટેડ ડોક્ટર તરીકે આવતા ડોક્ટર્સ જે પ્રોસિજર કરે તેના 10થી 15 રકમ આપી દેવામાં આવે છે. તેથી એફિલિયેટે ડોક્ટર એક વિઝીટમાં એકાદ લાખની આવક કરી લેવાની ગણતરી સાથે પહેલા તો દર્દીના લેબોરેટરી ટેસ્ટ, સોનોગ્રાફી, સિટી સ્કેન, પેટસ્કેનના ટેસ્ટની જરૂર હોય કે ના હોય તે કરાવવાનો આગ્રહ રાખે છે. તેના થકી હોસ્પિટલ્સને થતી આવકમાંથી પણ ડોક્ટર્સને 15 ટકા સુધીનો કટ મળે છે.

ખાનગી હોસ્પિટલમાં ગેરરીતિઓને ધ્યાનમાં લઈને માત્ર સરકારી હોસ્પિટલ્સના માધ્યમથી જ પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા હેઠળ આપવામાં આવતી તબીબી સારવારનો ખર્ચનો લાભ માત્રને માત્ર સરકારી હોસ્પિટલ્સમાં આપવામાં આવશે તો ખાનગી હોસ્પિટલ્સની 50થી 60 ટકા ગેરરીતિઓ અટકી પડવાની સંભાવના રહેલી છે.

હૃદયરોગનો ડર દર્શાવીને એન્જિયોપ્લાસ્ટી કરીને નાણાં ખંખેરવામાં આવી 

હૃદયરોગનો ડર દર્શાવીને એન્જિયોપ્લાસ્ટી કરીને નાણાં ખંખેરવામાં આવી રહ્યા છે તેમ છતાંય ભાગ્યોદય હોસ્પિટલના સંચાલકો વિરૂઘ્ધ કોઇ પગલાં ભરાયા નથી. મહત્વની વાત એછેકે, ખ્યાતિ કાંડ બાદ હાલ આરોગ્ય વિભાગ તપાસનું નાટક રચી રહ્યુ છે પણ દર્દીઓની જીવ સાથે ચેંડા થયાં એનુ શું? દર્દીઓની જાણ બહાર સ્ટેન્ટ નાંખી દેવાયાં એનુ શું? દર્દીઓનો આરોગ્ય સેવાઓ પરથી ભરોસો ઉઠી ગયો એનું શું? 

મહત્વની વાત એછેકે, હજુ સુધી આરોગ્ય વિભાગ હોસ્પિટલ સંચાલકો - ડોક્ટરો વિરૂઘ્ધ દાખલો બેસે એવી કાર્યવાહી કરવા હરફ સુઘ્ધાં ઉચ્ચાર્યો નથી. એટલુ જ નહીં, ભાગ્યોદય હોસ્પિટલ પાસેથી લાખો કરોડો રૂપિયા રિકવરી કરવા માટે કોઇ પગલાં ભરવા એક કદમ આગળ વધી શક્યુ નથી. આ જોતાં ભાજપના મોટા ગજાના નેતાઓ સાથેના પોલિટીકલ કનેક્શનને લીધે ખ્યાતિની જેમ ભાગ્યોદય હોસ્પિટલ પ્રકરણ પર ઠંડુ પાણી રેડાઇ જશે તે વાત નક્કી છે.

હોસ્પિટલનું વાર્ષિક ઓડિટ કરવા અલગ વિભાગની રચના કરો

હોસ્પિટલ લોકોના જીવન સાથે કામ કરી રહી હોવા છતાં તેમનું વાર્ષિક ઓડિટ કરવામાં આવતું જ નથી. ઓડિટ કરવા માટે અલગથી ઓડિટ કમિશન કે ઓડિટ કચેરીની રચના કરવી જરૂરી છે. હોસ્પિટલ્સના કામકાજના ઓડિટ થવા માંડશે તો કેટલું કોટું ચાલી રહ્યું છે તે બહાર આવવા માંડશે. ડોક્ટર પર પેશન્ટના સ્વજનો હુમલો કરે કે ડોક્ટર પર દુષ્કર્મ થાય ત્યારે દેશભરમાં દેખાવો કરવા મેદાનમાં ઉતરી પડતું ઈન્ડિયિન મેડિકલ એસોસિયેશન અને ગુજરાત મેડિકલ એસોસિયેશને વાસ્વતમાં ડોક્ટર્સ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિઓ અને કરવામાં આવતી અનૈતિક પ્રેક્ટિશ સામે પણ ઝુંબેશ ચલાવીને દરદીઓને ન્યાય અપાવવો જોઈએ.

આ સમાચાર શેર કરો