મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ચાંદલોડિયામાં યુવકની ઘાતકી હત્યા, 20 કિલો મીઠું નાખી મૃતદેહ દાટી દીધો

Ahmedabad News: અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પાડોશીઓની તકરારમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે

અમદાવાદ: ચાંદલોડિયામાં યુવકની ઘાતકી હત્યા, 20 કિલો મીઠું નાખી મૃતદેહ દાટી દીધો

Ahmedabad News: અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં પાડોશીઓની તકરારમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. હત્યાની આ ઘટનામાં પોલીસે એક મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી છે. 

ધરપકડ કરાયેલા હત્યારાઓની વિગત

  1. મહાવીર શાહ
  2. જાગૃતિ શાહ
  3. અતુલ પટેલ
  4. ઋષભ સાપરિયા
  5. સુનિલ ઠાકોર

પાડોશીઓએ કરી ઘાતકી હત્યા

ચાંદલોડિયામાં રણછોડનગરમાં 38 વર્ષીય કમલેશ તિવારી પોતાના પરિવાર સાથે રરહેતો હતો. કમલેશ તિવારી ગોપીનાથ હોટલ ખાતે નોકરી કરતો હતો. ગત 18 ફેબ્રુઆરીએ કમલેશ ઘરે પરત ન ફરતા તેની પત્ની પ્રતિભા તિવારીએ સોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થવા અંગેની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. 

પ્રતિભા તિવારીને પતિ ગુમ થવા બાબતે પહેલાથી પાડોશી મહાવીર શાહ અને તેની પત્ની પર શંકા હતી, જેથી પોલીસે શંકાના આધારે મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતિ શાહને બોલાવી પૂછપરછ કરતા શરૂઆતમાં તેઓએ કમલેશ તિવારી ગુમ થવા અંગે અજાણ હોવાનો ડોળ કર્યો હતો. જોકે પોલીસની ભાષામાં કડકાઇથી પૂછપરછ કરતા પતિ પત્ની ભાંગી પડ્યા અને કમલેશ તિવારીની હત્યાનો પર્દાફાશ થયો.

યુવકને ઝાડ સાથે બાંધી માર મારી હત્યા કરી 

આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે કમલેશ તિવારીને તેની પાડોશમાં રહેતા મહાવીર શાહ અને તેની પત્ની જાગૃતીબેન શાહ સાથે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. જેથી 18 ફેબ્રુઆરી 2025 ના રોજ બપોરે 1:00 વાગે સમાધાનની વાતચીત કરવા માટે આરોપીઓએ તેને ચાંદલોડિયા સેંધણી માતાના મંદિર ખાતે બોલાવ્યો હતો.કમલેશ તિવારી પોતાના મિત્ર ઋષભ સાપરિયાને સાથે લઈ ગયો હતો અને ઋષભ સાપરિયાએ પોતાના અન્ય મિત્ર સુનીલ ઠાકોરને સાથે રાખ્યો હતો. જ્યાંથી અતુલ પટેલની કારમાં બેસાડી તમામને ચાંદલોડિયા અંડરબ્રિજ પાસે અતુલ પટેલ પોતાના ખેતરમાં લઈ ગયો હતો.

ખેતરે મહાવીર શાહ તેની પત્ની જાગૃતિ શાહ બંને જણા બાઇક લઈને આવ્યા હતા. સમાધાનની વાતચીત દરમિયાન આરોપીઓ પૈકી અતુલ પટેલે તેનાં ખેતર પાસે ઝૂંપડામાં રહેતા ગમનારામ બાવરીને બોલાવી બપોરના સમયે કમલેશ તિવારીને ખેતરમાં આવેલા લીમડાનાં ઝાડ સાથે દોરડાથી બાંધી લાકડી અને ધારિયા જેવા હથિયારોથી માર માર્યો હતો. જેનાં કારણે તેનું મોત થયું હતું.

20 કિલો મીઠું સાથે મૃતદેહને દાંટી દીધો

સાંજના સમયે કમલેશ તિવારીના મૃતદેહને સગેવગે કરવા માટે ખેતરમાં પહેલાથી ખોદેલા ખાડામાં તેનો મૃતદેહ દાટી દેવાનું નક્કી કર્યું હતું. મહાવીર શાહ તેની પત્નીને ઘરે મૂકવા ગયો અને પાછા આવતા સમયે 20 કિલો મીઠું લઈને આવ્યો. અતુલ, મહાવીર અને ગમનારામ બાવરી તમામે કમલેશના મૃતદેહને ખાડામાં ફેંકી તેની પર મીઠું નાખી માટી નાખી દીધી હતી અને પોત પોતાના ઘરે જતા રહ્યા હતા.

5 આરોપીઓની ધરપકડ, એક મદદગાર ફરાર 

આરોપીઓએ પોલીસ સમક્ષ વર્ણવેલી હકિકતને લઈને સોલા પોલીસે SDM ની હાજરીના ઘટના સ્થળ પરથી કમલેશ તિવારીના મૃતદેહને જમીનમાંથી બહાર કાઢ્યો હતો અને પેનલ પીએમ કરાવ્યું હતું. આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીઓને સોલા પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં અતુલ પટેલના કહેવાથી હત્યામાં મદદગારી કરનાર ગગનારામ બાવરી ફરાર છે, જેને પકડવાની તજવીજ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો