Ahmedabadથી વિદેશ અવર-જવર કરતા યાત્રીઓમાં 40 ટકાનો વધારો, દરરોજ સરેરાશ 7000 યાત્રી
અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આ વર્ષે 20.95 લાખ ઈન્ટરનેશનલ અને 72.8

અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આ વર્ષે 20.95 લાખ ઈન્ટરનેશનલ અને 72.82 લાખ ડોમેસ્ટિક એમ કુલ 93.77 લાખ મુસાફરો નોંધાયા છે. વર્ષ 2015માં અમદાવાદ એરપોર્ટથી 14.60 લાખ વિદેશી મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, 10 વર્ષમાં વિદેશી મુસાફરોની અવર-જવરમાં 40 ટકા જેટલો વધારો થયો છે.
વિદેશની પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ 152, ડોમેસ્ટિકમાં 128 જેટલા મુસાફરોની અવર-જવર
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી હાલ પ્રત્યેક ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં 152, જ્યારે ડોમેસ્ટિકમાં 128 જેટલા મુસાફરો નોંધાય છે. અમદાવાદથી હાલ દરરોજ સરેરાશ 1450 જેટલી ફ્લાઇટની વિદેશમાં અવર-જવર થાય છે. 2015ના વર્ષમાં 938 જેટલી વિદેશની ફ્લાઇટની અવર-જવર હતી. ગયા વર્ષની સરખાણીએ પણ વિદેશની ફ્લાઇટમાં વધારો થયો છે.
ઓક્ટોબર 2024માં વિદેશ માટે 1279 જેટલી ફ્લાઇટ હતી. ડોમેસ્ટિકની વાત કરવામાં આવે તો ઓક્ટોબરમાં અમદાવાદ એરપોર્ટથી કુલ 9.91 લાખ મુસાફરો નોંધાયા છે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ સહિત ઓક્ટોબરમાં 12.10 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, ઓક્ટોબરમાં પ્રત્યેક દિવસે સરેરાશ 39 હજાર જેટલા મુસાફરો નોંધાયા હતા. જાણકારોના મતે, આગામી વર્ષે અમદાવાદ એરપોર્ટથી મુસાફરોનો આંક 45 હજાર સુધી પહોંચે તેવી સંભાવના છે. ઓક્ટોબરમાં સૌથી વધુ ડોમેસ્ટિક મુસાફરો નોંધાયા હોય તેમાં સુરત બીજા, વડોદરા ત્રીજા જ્યારે રાજકોટ ચોથા સ્થાને છે. એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોમાં 7 ટકાનો વધારો થયો છે.
અમદાવદામાં એરપોર્ટમાં મુસાફરોની અવર-જવર
| મહિનો | ઈન્ટરનેશનલ | ડોમેસ્ટિક | કુલ |
| જાન્યુઆરી | 2,19,551 | 10,87,921 | 13,07,436 |
| ફેબ્રુઆરી | 1,92,895 | 10,07,379 | 12,00,274 |
| માર્ચ | 1,95,716 | 10,15,318 | 12,11,034 |
| એપ્રિલ | 1,91,442 | 9,91,315 | 11,82,757 |
| મે | 2,22,316 | 9,97,229 | 12,19,545 |
| જૂન | 2,00,679 | 9,00,411 | 11,01,090 |
| જુલાઈ | 1,99,691 | 8,12,763 | 10,12,454 |
| ઓગસ્ટ | 1,90,583 | 8,69,402 | 10,59,985 |
| સપ્ટેમ્બર | 1,82,445 | 8,34,442 | 10,16,887 |
| ઓક્ટોબર | 2,19,570 | 9,91,121 | 12,10,691 |
| કુલ | 20,95,571 | 72,82,282 | 93,77,843 |
અમદાવાદ એરપોર્ટમાં નવો સમાંતર ટેક્સી-વે કાર્યરત્: હવે શું ફાયદા?
•1126 મીટરની લંબાઇ ધરાવતો ટેક્સી વે તમામ કોડ 'સી' વિમાનને સમાવી શકે છે.
•હાલ વિમાનને રન-વે 23માં પ્રસ્થાન માટે 2-3 મિનિટનો સમય થાય છે. રન-વે પાંચ પર પર આવતા વિમાનોને પણ એટલો જ સમય લાગે છે.
•અમદાવાદથી કાર્યરત્ ટ્રાફિકનો 95 ટકા હિસ્સો ધરાવતા કોડ સી વિમાનનો એ320, બી737, બિઝનેસ જેટ પેરેલલ ટેક્સી વેનો ઉપયોગ કરશે.
•હાલમાં રન-વે ક્ષમતા પ્રતિ કલાક 20 એર ટ્રાફિક મૂવમેન્ટ છે. ટેક્સીવે આર, અને આર1ના ઉમેરાથી રનવેની ક્ષમતા પ્રતિ કલાક 28 એર ટ્રાફિક મૂવમેન્ટ સુધી વધશે.
•વિમાનનું ઓન ટાઇમ પર્ફોમન્સ સુધરશે.
•વિમાનનો ટેક્સી વે માટે રાહ જોવાનો સમય, હવામા ંહોલ્ડિંગ ટાઇમ, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો અને એરલાઇન્સની બચત થશે.
ઓક્ટોબરમાં કયા એરપોર્ટમાં સૌથી વધુ ડોમેસ્ટિક મુસાફરો?
| એરપોર્ટ | મુસાફરો |
| અમદાવાદ | 9,91,121 |
| સુરત | 1,33,955 |
| વડોદરા | 1,07,856 |
| રાજકોટ | 1,06,840 |
| ભુજ | 22,658 |
| દીવ | 9,417 |
| કંડલા | 3,090 |
| પોરબંદર | 1,136 |
| કેશોદ | 751 |
| ભાવનગર | 440 |








