મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

₹15,000ની લાંચ માગવી ભારે પડી: રાજકોટ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સના પૂર્વ મેનેજરને 3 વર્ષની જેલ અને ₹1 લાખનો દંડ

ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ અમદાવાદની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્

₹15,000ની લાંચ માગવી ભારે પડી: રાજકોટ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સના પૂર્વ મેનેજરને 3 વર્ષની જેલ અને ₹1 લાખનો દંડ

ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ અમદાવાદની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની વિશેષ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે લાંચના એક ગંભીર કેસમાં રાજકોટ સ્થિત ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપનીના પૂર્વ સિનિયર ડિવિઝનલ મેનેજર મહેન્દ્ર લૂંકરને દોષિત ઠેરવીને આકરા દંડ અને સજા ફટકારી છે.  કોર્ટે મહેન્દ્ર લૂંકરને 3 વર્ષની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.

શું હતો મામલો?

આ સમગ્ર મામલો વર્ષ 2012 માં પ્રકાશમાં આવ્યો હતો. પૂર્વ સિનિયર ડિવિઝનલ મેનેજર મહેન્દ્ર લૂંકર પાસે એક અકસ્માત સંબંધિત ઇન્શ્યોરન્સ ક્લેમ ક્લિયર કરવાની જવાબદારી હતી. ક્લેમની કાર્યવાહીને સરળતાથી મંજૂર કરવાના બદલામાં, લૂંકરે ફરિયાદી પાસેથી રૂપિયા 15,000 ની લાંચની માગણી કરી હતી.

ફરિયાદીએ ભ્રષ્ટાચાર સામે ઝૂકવાને બદલે CBI નો સંપર્ક કર્યો હતો. લાંચની માગણીના પુરાવા મળતા, CBI દ્વારા 11 જુલાઈ 2012 ના રોજ પૂર્વ મેનેજર વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ (Prevention of Corruption Act) હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

કોર્ટનો ચુકાદો અને કડક સજા

લાંબા સમય સુધી ચાલેલા કેસની સુનાવણી બાદ, CBI કોર્ટે રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનોને ધ્યાનમાં લીધા હતા. કોર્ટે મહેન્દ્ર લૂંકરને ભ્રષ્ટાચારના ગુનામાં સ્પષ્ટપણે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે આરોપી મહેન્દ્ર લૂંકરને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, ભ્રષ્ટાચારના ગંભીર ગુના બદલ કોર્ટે આરોપીને રૂપિયા 1,00,000 (એક લાખ) નો દંડ પણ ફટકાર્યો છે.

આ સમાચાર શેર કરો