મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીના 3 યુવકો સાથે વિદેશ જવાના નામે 40 લાખ પડાવાયા, મુંબઈના બે શખ્સોએ કરી ઠગાઈ

વિદેશ જવાનો મોહ ક્યારેક ભારે પડતો હોય છે. ત્યારે નવસારી જિલ્લામાં વિદેશ મોકલવાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે.

નવસારીના 3 યુવકો સાથે વિદેશ જવાના નામે 40 લાખ પડાવાયા, મુંબઈના બે શખ્સોએ કરી ઠગાઈ

વિદેશ જવાનો મોહ ક્યારેક ભારે પડતો હોય છે. ત્યારે નવસારી જિલ્લામાં વિદેશ મોકલવાના નામે મોટી છેતરપિંડી સામે આવી છે. મુંબઈના બે શખ્સોએ નવસારીના ત્રણ યુવકો પાસેથી વિદેશમાં અભ્યાસ અને નોકરીની લાલચ આપીને 40 લાખથી વધુની રકમ પડાવી લીધી છે. 

54.43 લાખ પડાવ્યા

આલીપોર નિવાસી જાવેદખાન પઠાણએ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મુંબઈના જોગેશ્વરી વિસ્તારના મોહમ્મદ તારીક ગોર અને મોહમ્મદ આરીફ ગોર નામના બે શખ્સોએ આ છેતરપિંડી આચરી છે. આરોપીઓએ ફરિયાદી જાવેદખાન ઉપરાંત તેમના મિત્રો ઐયાઝ ફઝલુદ્દીન કાઝી અને શાહરૂખ શબ્બીર શેખને સ્ટડી વિઝા, વિઝિટર વિઝા અને વર્ક વિઝા અપાવવાનું વચન આપ્યું હતું. ત્રણેય યુવકો પાસેથી કુલ 54.43 લાખ રૂપિયા લીધા હતા.

પૈસા પરત માગતા કૌભાંડ ખુલ્યું

લાંબા સમય સુધી વિઝા ન મળતાં યુવકોએ પૈસા પરત માંગ્યા હતા. આરોપીઓએ માત્ર 11.10 લાખ રૂપિયા પરત કર્યા હતા. બાકીના 43.33 લાખ રૂપિયા માટે યુવકો વારંવાર માગણી કરતા હતા. આરોપીઓએ પૈસા પરત કરવાને બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે ત્રણેય યુવકોએ ચીખલી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો