સુરતમાં મિત્ર સાથે 75 લાખની છેતરપિંડી કરનાર શખ્સ 9 મહિને ઝડપાયો
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં મિત્રતાના સંબંધનો વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરવાની ઘટના સ

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં મિત્રતાના સંબંધનો વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરવાની ઘટના સામે આવી રહી છે. મિત્રને વિશ્વાસમાં લઈ આરોપીએ રૂપિયા 75 લાખની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ છેતરપિંડી કરનાર આરોપીને સુરત ઇકો સેલ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી ઓમ જયંતીભાઈ પ્રજાપતિને કોર્ટમાં આવતા જ ઝડપી પાડ્યો હતો.
આરોપી છેલ્લા 9 મહિનાથી પોલીસથી બચવા નાસતો ફરતો હતો. આરોપી પોલીસથી બચવા માટે આગોતરા જમીન માટે વારંવાર કોર્ટના ધક્કા પણ ખાઈ રહ્યો હતો. તે ઉપરાંત આરોપીએ ડીસ્ટ્રીકટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. તે જામીન અરજી પણ સેશન્સ કોર્ટ સુરત દ્વારા નામંજુર કરી દેવામાં આવી હતી. આરોપીએ પોતાના જ મિત્ર ફરિયાદી સાથે શેરબજારમાં રોકાણ કરવાના બહાને રૂપિયા 75 લાખ પડાવી લીધા હતા. ત્યારબાદ પૈસા આપવાના બદલે આરોપી સંપર્ક વિહોણો થઈ ગયો હતો. જે બાદ વર્ષ 2024માં આરોપી વિરુદ્ધમાં સુરત ઇકો સેલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. અને આખરે પોલીસે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે.




