દક્ષિણ ગુજરાતમાં થતી 'પુષ્પા' સ્ટાઈલમાં લાકડા ચોરી, 1.50 લાખના ખેરના લાકડાની તસ્કરી કરતાં 4 દબોચાયા
સાઉથ ઈન્ડિયાની ફેમસ થયેલી પુષ્પા ફિલ્મમાં ચંદનના લાકડાની ચોરીની વાર્તા રજૂ કરાઈ છે. જો કે, જંગલમાંથી લાકડાન

સાઉથ ઈન્ડિયાની ફેમસ થયેલી પુષ્પા ફિલ્મમાં ચંદનના લાકડાની ચોરીની વાર્તા રજૂ કરાઈ છે. જો કે, જંગલમાંથી લાકડાની તસ્કરી વર્ષો જૂની અને દરેક જંગલમાં થતી હોય છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ચીખલી વન વિભાગના સ્ટાફે ટાંકલ ગામેથી 1.50 લાખની કિંમતના ખેરના લાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. વલસાડ ઉત્તર વન વિભાગના ડીએફઓને મળેલી માહિતીના આધારે કાર્યવાહી કરવામાં આવી. વાંસદા અને ધરમપુરના એસીએફ તથા ચીખલી રેન્જના સ્ટાફે વહેલી સવારે ટાંકલ ગામે તપાસ કરી. આ જગ્યા ખેડૂત પ્રકાશ મહાવીરભાઈ પટેલની હતી.
ડિપોઝિટ વસૂલાઈ
પોલીસે રેડ કરીને ખેરનું લાકડું ઝડપી લીધું હતું. જેની તપાસમાં જાણવા મળ્યું કે આ લાકડા દંડૈશ્વર અને કાંગવઈ ગામેથી કપાવીને ભાડેના ટેમ્પામાં લાવવામાં આવ્યા હતા. વન વિભાગે 71 ટુકડા (2.0 ઘનમીટર) જપ્ત કરી એંધલ ડેપોમાં મૂક્યા છે. આ કેસમાં પ્રકાશ પટેલ (ટાંકલ), કાંતિલાલ પટેલ (ચીખલી), ખુશાલભાઈ (દંડેશ્વર, નવસારી) અને રાજેન્દ્ર મણિલાલ પટેલ (કાંગવઇ) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી રૂ. 25 હજારની ડિપોઝિટ વસૂલ કરવામાં આવી છે.
બાતમીના આધઆરે રેડ
ચીખલી વિભાગના વન અધિકારી આકાશ પડશાળાએ કહ્યું કે, આ વિસ્તારમાં ખેરના લાકડાની ચોરી એ આમ વાત છે વન વિભાગ દ્વારા ચકાસણી દરમિયાન દર વર્ષે આવી ચોરી ધ્યાનમાં આવે છે, ચીખલી રેન્જમાં પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે,દરેક તાલુકાઓમાં ખેરના લાકડાની વાવણી પુષ્કર પ્રમાણમાં થાય છે, ચીખલી રેન્જની વાત કરવામાં આવે તો જંગલ ચોરીનું પ્રમાણ નહીવત છે, જે ચોરી થાય છે તે મહેસૂલી વિસ્તારમાંથી થાય છે જેમાં ખેડૂતો પાસ પરમિશન વગર ઝાડને તોડાવી નાખીને તેનું વેચાણ કરે છે, વન વિભાગનું બાદમીદારોનું નેટવર્ક છે જેઓ આવી ચોરી થતી હોય તે અંગે અમને જાણ કરે છે,તે આધારે રેડ કરવામાં આવે છે, ભારતીય વન અધિનિયમ અને બોમ્બે ફોરેસ્ટ રુલ હેઠળ અમે તેમની પાસેથી ડિપોઝિટ વસૂલ કરીએ છીએ, અને ત્યારબાદ આરોપીઓ જામીનમુક્ત થાય છે,વાહન માં જો લાકડા વાહક થાય તો તે વાહનને પણ જપ્ત કરવામાં આવે છે.








