મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરૂચની ડો.કિરણ પટેલ કોલેજ સાથે 34.42 લાખની છેતરપિંડી, ફીના રૂપિયા કરાવ્યા બીજાના એકાઉન્ટમાં જમા

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડો.કિરણ પટેલ મેડિકલ કોલેજના એડમીનિસ્ટ્રેટર ડો.ગોપીકા મેખીયા મ

ભરૂચની ડો.કિરણ પટેલ કોલેજ સાથે 34.42 લાખની છેતરપિંડી, ફીના રૂપિયા કરાવ્યા બીજાના એકાઉન્ટમાં જમા

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડો.કિરણ પટેલ મેડિકલ કોલેજના એડમીનિસ્ટ્રેટર ડો.ગોપીકા મેખીયા મેટરનિટી લીવ પર હતાં. તે દરમ્યાન આસિસ્ટન્ટ ધ્રુવરાજ સિંહ તેમજ વિપુલ સોલંકી એડમિશન પ્રકિયા દરમ્યાન વિદ્યાર્થીઓની ફી ઉઘરાવી રહ્યા હતા.જેમાં તેઓએ વિધાર્થીઓ પાસેથી ફી પેટે કોરા ચેક તેમજ રોકડ લઈ જમાં કરાવ્યા ન હતા. 

બીજાના એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા

મેટરનિટી લીવ બાદ ડો.ગોપિકા મેખિયા પરત ફરજ પર આવતા તેઓના ધ્યાને કેટલાક વિદ્યાર્થીઓની ફી જમાં થઈ ન હોવાનું જણાતા આ અંગે વિદ્યાર્થિની પુછતાછ કરતા તેઓએ ફીની રિસિપ્ત બતાવી આપેલ ચેકની વિગત પણ આપતા આ ચેક કોલેજના એકાઉન્ટમાં નહિ પણ તેઓના અન્ય એક વિલાયત ગામના મળતિયા ચૈતન્ય પટેલની શ્રીજી સોલ્યુશનના એકાઉન્ટમાં જમાં કરાયા હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે ભરુચ એ ડિવિઝન પોલીસ મથકે રૂ.34.42 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.                

બે ઝડપાયા

ભરુચ એ ડિવિઝન પોલીસે કોલેજની ફરિયાદના પગલે તપાસ હાથ ધરી વિપુલ સોલંકી તેમજ શ્રી સોલ્યુશનના ચૈતન્ય પટેલની અટકાયત કરી અન્ય ત્રીજા આરોપી ધ્રુવરાજ સિંહની અટકાયત માટેની કવાયત હાથ ધરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ તપાસમાં છેતરપિંડીનો આંક ઊંચો જાય છે અન્ય કોઈની સંડોવણી પણ બહાર આવે છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો