પૂર્ણા નદીના 30 ટકા નવસારી ડૂબાડતા મહિલાઓની આંખોમા આવ્યા પાણી, ઘરવખરી તબાહ થતાં સહાયની માગ
નવસારીમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીના પાણીએ નવસારીના ત્રીસ ટકા વિસ્તારને ડૂબાડ્યો હતો. જ

નવસારીમાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીના પાણીએ નવસારીના ત્રીસ ટકા વિસ્તારને ડૂબાડ્યો હતો. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયાં હતાં.જેથી અનેક રહીશો બેહાલ થયા હતા. ભેસ્તખાડા વિસ્તારમાં ઘરવખરી ગૂમાવનારી મહિલાઓની આંખો ભીની થઈ ગઈ હતી.
લોકોના ચહેરા પર આંસુ
પૂર્ણા નદીના પૂરમાં ઘરવખરીને નુકસાન થતાં મહિલાના ચહેરા પર આંસુ જોવા મળ્યા હતા. લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. ઘર વખરી પાણીમાં સ્વાહા થઈ ગઈ હતી. જેથી મોટી નુકસાની શ્રમજીવી પરિવારને ભોગવવાની આવી છે. આ સિવાય પણ ભેસ્તખાડા વિસ્તારના રહીશો સહાય અને પાલિકા સફાઈ ઝુંબેશ ચલાવે એવી માંગણી કરી રહ્યા છે.
તંત્ર સામે રોષ
નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકી સાફ કરવી રહેણાકો માટે મોટો પડકાર છે. પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કીચડને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં મુસીબત ઓછી થઈ નથી. અનેક લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરી નુકસાની થઈ છે. પરિવારો વહેલી સવારે જાગીને સાફ સફાઈમાં જોતરાયા છે. પાલિકાએ પાડોશી 6 નગરપાલિકાની મદદ લીધી હતી. જેથી 1000 કર્મચારીઓ શહેરની સાફ સફાઈમાં જોડાયા છે. શાંતાદેવી વિસ્તારમાં તંત્ર સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો.








